Anand: ફરતું પશુ દવાખાનું બન્યું દેવદૂત, વેટરનરી ડોક્ટરે 2 કલાકની આકરી મહેનત બાદ ગર્ભાશય બેસાડી ગાયનો જીવ બચાવ્યો

ઇમરજન્સીમાં 8,812 જ્યારે 10 ગામના શિડ્યુલ દરમિયાન 63,151 પશુઓને જરૂરી સારવાર અપાઈ છે. આ તમામ કેસોમાં 26,166 મેડિકલ કેસ, 26,214  મેડિસિન સપ્લાય કેસ, 14,031 સર્જિકલ કેસ, 5228  પ્રસુતિના કેસ અને 324 અન્ય કેસનો સમાવેશ થાય છે.

Anand: ફરતું પશુ દવાખાનું બન્યું દેવદૂત, વેટરનરી ડોક્ટરે 2 કલાકની આકરી મહેનત બાદ ગર્ભાશય બેસાડી ગાયનો જીવ બચાવ્યો
| Edited By: | Updated on: Feb 27, 2023 | 7:05 PM

ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસે આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે સાત ફરતા પશુ દવાખાના મારફત પશુઓની સેવાનું ભગીરથ કાર્ય આરંભાયુ હતુ. જેની અસર ગામડામાં પશુપાલકોના પશુઓના આરોગ્યની સારવાર ઉપર જોવા મળી રહી છે. હરતા ફરતા પશુ દવાખાનાને કારણે પશુની ત્વરિત સારવાર કરી શકાય છે. આણંદ તાલુકાના મોગર અને નાપાડ (તળપદ), આંકલાવ તાલુકાના બામણગામ, ઉમરેઠ તાલુકાના પણસોરા, ખંભાત તાલુકાના રાલજ તથા જીણજ તેમજ પેટલાદ તાલુકામાં પાલજ ખાતે એમ કુલ 7 ફરતા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે.

2 કલાકની મહેનત બાદ ગાયની ખસી ગયેલી માટીની સ્થિતિ થઈ યથાવત

આ પશુ દવાખાના પૈકી તાજેતરમાં ઉમરેઠના પણસોરા ખાતે આવેલ કરતા પશુ દવાખાને ડૉ. સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી ઓનડ્યૂટી સ્ટાફ તરીકે ફરજ ઉપર હાજર હતા. તે જ દિવસે ગામના જ એક પશુપાલક ભાઇ અંદાજિત બપોરના સમયે એમ.વી.ડી.(મોબાઇલ વેટરીનરી ડિસપેન્સરી) આવી પહોંચ્યા હતા અને ફરજ ઉપર હાજર ડૉક્ટર અને પાયલોટની મુલાકાત લઈને તેઓની એચએફ ગાયની માટી ખસી ગઈ હતી તે વિશેની જાણ કરી હતી.

પશુપાલકની વાત સાંભળી ફરતા પશુ દવાખાનાના ડૉ. સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભી તરત જ પશુપાલકના નિવાસ સ્થાને પહોંચી ગયા અને જ્યાં ગાયને રાખવામા આવી હતી ત્યાંજ ગાયની ખસી ગયેલી માટીની સ્થિતિનુ નિદાન કર્યુ. ડૉક્ટરની સૂઝ-બુઝ અને 2 કલાકની મહેનતે એચએફ ગાયને યોગ્ય સારવાર આપીને ખસી ગયેલ માટીને (માદા પશુના વિયાણ બાદ પશુનું ગર્ભાશય બહાર નીકળી ગયું હોય તે સ્થિતિ) યોગ્ય રીતે બેસાડીને ગાયનો જીવ બચાવી લેવાયો હતો. આમ પણસોરાનું આ ફરતું પશુ દવાખાનું ગામના પશુપાલક માટે આશીર્વાદરૂપ પૂરવાર થયુ હતું.

પશુપાલકે ફરતા પશુ દવાખાના ના ડૉ. સત્યપાલ અને પાયલોટ વિક્રમસિંહ ડાભીનો તેમજ તેમની ટીમનો લાગણીસભર હૃદયે આભાર વ્યક્ત કર્યો હતો. આમ આ સેવા ખરેખર સાચા અર્થમાં સમગ્ર આણંદ જ નહિ પણ આખા ગુજરાતના પશુધન અને પશુધનના માલિકો માટે વરદાનરૂપ સાબિત થઇ રહી છે.

આણંદના પશુ પાલકો માટે આ ફરતા પશુ દવાખાના દેવદૂત સમાન પૂરવાર થઈ રહ્યાં છે. જિલ્લામાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સાત ફરતા પશુ દવાખાના દ્વારા 71,963 પશુઓની સારવાર કરવામા આવી છે. સારવાર કરવામાં આવેલ આ પશુઓ પૈકી ઇમરજન્સીમાં 8,812 જ્યારે દસ ગામના શિડ્યુલ દરમિયાન 63,151 પશુઓને જરૂરી સારવાર અપાઈ છે. આ તમામ કેસોમાં 26,166 મેડિકલ કેસ, 26,214  મેડિસિન સપ્લાય કેસ, 14,031 સર્જિકલ કેસ, 5228  પ્રસુતિના કેસ અને 324 અન્ય કેસનો સમાવેશ થાય છે.