Anand Breaking News: SP ઓફિસમાં ફરજ બજાવતા PI પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાયા, જુઓ Video

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ PI વસાવાએ દારૂના નશામાં બેફામ કાર હંકારી અનેક સ્થળોએ અકસ્માતો સર્જ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ પોલીસ વિભાગની કામગીરી અને શિસ્ત સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

Anand Breaking News: SP ઓફિસમાં ફરજ બજાવતા PI પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાયા, જુઓ Video
| Edited By: | Updated on: Jul 15, 2026 | 12:30 PM

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ PI વસાવાએ દારૂના નશામાં બેફામ કાર હંકારી અનેક સ્થળોએ અકસ્માતો સર્જ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ પોલીસ વિભાગની કામગીરી અને શિસ્ત સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

બોરસદમાં કારને ટક્કર બાદ બાઈકચાલકોને અડફેટે લીધા

માહિતી મુજબ PI વસાવાએ સૌપ્રથમ બોરસદ નજીક એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ વહેરા પાટિયા નજીક બેફામ ગતિએ દોડી રહેલી કાર બાઈક સાથે અથડાતાં બે યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારની ઝડપ ખૂબ જ વધુ હતી અને ચાલક પર વાહનનું નિયંત્રણ નહોતું.

અકસ્માત બાદ પણ કાર રોક્યા વિના નાપા તરફ ભાગ્યા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જ્યા બાદ પણ PI વસાવાએ કાર રોકી નહોતી અને તેઓ નાપા તરફ ફરાર થઈ ગયા હતા. રસ્તામાં પણ બેફામ ડ્રાઇવિંગ ચાલુ રાખતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખરે નાપા નજીક તેમની કાર એક દિવાલ સાથે અથડાઈ હતી અને બાદમાં ઝાડીઓમાં ઉતરી ગઈ હતી, જેના કારણે તેમનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યા

કાર અકસ્માતગ્રસ્ત બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાંથી બહાર આવેલા PI વસાવાની હાલત શંકાસ્પદ જણાતાં લોકોએ તેમને ઝડપી લીધા હતા અને બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી PI વસાવાને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કારમાંથી પોલીસના બૂટ, ટોપી અને આઈડી કાર્ડ મળ્યા

પોલીસ દ્વારા કારની તપાસ દરમિયાન તેમાં પોલીસ વિભાગના બૂટ, ટોપી તેમજ સત્તાવાર ઓળખપત્ર (ID કાર્ડ) મળી આવ્યા હતા. જેના આધારે કારચાલકની ઓળખ PI પી.પી. વસાવા તરીકે થઈ હતી. આ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

વિભાગીય કાર્યવાહી સાથે કાયદેસરની તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ દારૂના નશામાં વાહન ચલાવવાનો આક્ષેપ, અકસ્માત સર્જવા અને લોકોને ઈજા પહોંચાડવાના મુદ્દે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News: ખાદ્યતેલના ભાવમાં ફરીવાર ઝીંકાયો વધારો, ઘરેલુ બજેટ પર વધશે ભાર, જાણો કેટલો વધારો થયો

Follow Us