Anand : મહેસુલી મેળામાં મંત્રીએ 50 ટકાથી વધુ પ્રશ્નોનું નિરાકરણ કર્યું, કહ્યું સરકાર પારદર્શિતા માટે પ્રતિબદ્ધ

|

Feb 18, 2022 | 5:47 PM

આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો મહેસૂલ મંત્રી  રાજેન્દ્ર  ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ મહેસૂલી મેળાનો પ્રારંભ કરાવતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાકીય પ્રશ્નોનો પ્રો-એકટીવ થઇ નિકાલ લાવવા માટેનો રાજય સરકારનો મકકમ નિર્ધાર છે.

Anand : મહેસુલી મેળામાં મંત્રીએ 50 ટકાથી વધુ પ્રશ્નોનું નિરાકરણ કર્યું, કહ્યું સરકાર પારદર્શિતા માટે પ્રતિબદ્ધ
Gujarat Revenue Minister Rajendra Trivedi At Revenue Fair Anand (File Image)

Follow us on

ગુજરાતમાં આણંદ(Anand)  કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો(Revenue Fair)  મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની(Rajendra Trivedi )  અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મહેસૂલ મંત્રીએ જિલ્લામાંથી મહેસૂલ વિભાગને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત અર્થે આવેલ નાગરિકોને એક પછી એક એમ ક્રમાનુસાર સ્ટેજ પર બોલાવીને સંબંધિત અધિકારીઓને સાથે રાખી તેમના પ્રશ્નોને વાચા આપી ૫૦ ટકાથી વધુ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નોની રજૂઆત દરમિયાન કેટલાંક નાગરિકો દ્વારા મહેસૂલી મેળા માટે એક કે બે દિવસ પહેલાં રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ આવી જતાં તેવા નાગરિકોને તેમના લાભો મંત્રીએ જે તે લાભાર્થીને રૂબરૂ સ્થળ ઉપર જ એનાયત કર્યા હતા. આ મહેસૂલી મેળામાં રજૂ થયેલ પ્રશ્નો પૈકી પચાસ ટકાથી પણ વધુ પ્રશ્નોનું હકારાત્મકતા સાથે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ મહેસૂલી મેળામાં પોતાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવતાં અરજદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

પારદર્શકતાથી કામ થાય તે માટે આયોજન

આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો મહેસૂલ મંત્રી  રાજેન્દ્ર  ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ મહેસૂલી મેળાનો પ્રારંભ કરાવતા મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાકીય પ્રશ્નોનો પ્રો-એકટીવ થઇ નિકાલ લાવવા માટેનો રાજય સરકારનો મકકમ નિર્ધાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સરકારે ડિઝીટલ અને ઓનલાઇન માધ્યમની વ્યાપક વ્યવસ્થાઓ દ્વારા લોકોના કામ ઝડપથી અને પારદર્શકતાથી થાય તેવું આયોજનબધ્ધ કાર્ય હાથ ધર્યું છે.

યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં કામ

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સરકારી યોજનાઓના લાભો માટે ખર્ચાળ સોગંદનામાની જોગવાઇ નાબૂદ કરવામાં આવી હોવાનું જણાવી મહેસૂલી કાયદાઓને સરળ બનાવી ગરીબ, ગણોતિયા અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું કહ્યું હતું. પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, ત્વરિત અમલ અને કોઇની દખલ વગર જન-જનને યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ

મહેસૂલ મંત્રીએ કચ્છના ભૂકંપ દરમિયાન છત ગુમાવનાર નાગરિકોને સરકાર તેમજ વિવિધ સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓ તરફથી મકાનો બાંધી આપવામાં આવ્યા હતા તેવા એક લાખથી વધુ નાગરિકોને તેમના આવાસોના માલિકીના હકકો પણ આગામી સમયમાં આપવામાં આવનાર હોવાની જણાવી સરકાર નાગરિકોના હિતમાં અનેકવિધ પગલાં ભરી રહી હોવાનું ઉમેર્યું હતું. મહેસૂલ સહિતના તમામ કેસોમાં નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાની સાથે કોઇપણ નાગરિકોને તકલીફ ન પડે તેનું કાળજી રાખવા સહિત સમયમર્યાદામાં નિકાલ લાવવા સુચવ્યું હતું.

આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે જમીન ફાળવણી અંગેનો હુકમ

આણંદ જિલ્લાના મહેસૂલ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં કરવામાં આવેલ કામગીરી અને નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા બદલ મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે બોરસદ તાલુકા પંચાયત કચેરી માટે જમીન ફાળવણી અંગેનો આદેશ જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પરમારને, વટાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે જમીન ફાળવણી અંગેનો હુકમ આરોગ્ય અધિકારીને અને પેટલાદ ખાતે પેટા તિજોરી કચેરીના બાંધકામ માટેની જમીન ફાળવણી અંગેનો હુકમ જિલ્લા તિજોરી અધિકારીને એનાયત કરવામાં આવ્યા હતા. જયારે કર્મચારીઓને નિયમિત હુકમો પણ એનાયત કર્યા હતા.

આ પણ વાંચો : Surat : ટ્રાફિક પોલીસને ખોટી રીતે દંડ ફટકારવો ભારે પડયો, શિક્ષકને દંડની રકમ પરત કરી

આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

Published On - 5:12 pm, Fri, 18 February 22

Next Article