આણંદ : દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં રૂ. 19.24 કરોડથી વધુની સાધન-સહાયના લાભ અપાયા

|

Feb 07, 2022 | 10:52 PM

દિવ્યાંગજનોને બસમાં મફત મુસાફરી પાસ યોજના, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, રેલ્વેમાં મુસાફરી, વ્યવસાયિક તાલીમ જેવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે.

આણંદ  : દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં રૂ. 19.24 કરોડથી વધુની સાધન-સહાયના લાભ અપાયા
આણંદ-પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Anand : મનુષ્યના શરીરની રચના પરમાત્માનું અણમોલ સર્જન છે. જન્મથી કે આકસ્મિક કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલી વ્યકિતઓને જરૂર છે સહૃદયતાપૂર્વકનો વ્યવહાર, વર્તન, પ્રેમ અને રચનાત્મક દિશાની. જન્મથી કે આકસ્મિક કારણોસર શારીરિક કે માનસિક અસહાયતાની લાગણી કોઇ અનુભવે તો તે સમાજ માટે શરમજનક છે. આવા શારીરિક કે માનસિક મનુષ્યો જેવાં કે અશકત, અસમર્થ, દિવ્યાંગ વ્યકિતઓ સમાજમાં સ્વામાનભેર સ્વાવલંબી જીવન જીવી શકે તે માટે દિવ્યાંગ (Divyang)બાંધવોને વિવિધ તબકકે, વિવિધ સ્તરે સહાયરૂપ (HELP) થવા અને તેઓને વિકાસના સામાન્ય પ્રવાહ સાથે જોડાઇ શકે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

દિવ્યાંગજનોનો સમગ્રતયા વિકાસ થાય તથા રાજય સરકારની (Government) કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવી તેઓ વિકાસની દોડમાં સામેલ થવાની સાથે સમાજમાં ઉન્નત મસ્તકે જીવન વ્યતિત કરી શકે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા અમલી બનાવવામાં આવેલ દિવ્યાંગજનો માટેની યોજનાઓના અમલ થકી દિવ્યાંગજનોને જરૂરી સાધન-સહાય આપીને સમાજમાં તેઓ ઉન્નત મસ્તકે જીવન વ્યતિત કરતા થાય તેવા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આણંદ જિલ્લામાં સમાજ સુરક્ષા ખાતા તરફથી દિવ્યાંગજનોના ઉત્કર્ષ માટે ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં જિલ્લામાં કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લાના દિવ્યાંગજનોને રૂા. ૧૯.૨૪ કરોડથી વધુ સાધન-સહાય ચૂકવવામાં આવી હોવાનું આણંદના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવી તેમણે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ યોજના હેઠળ લાભાર્થીને પ્રતિમાસ લાભાર્થી દીઠ રૂા. ૬૦૦/- લેખે ૮૦૯ લાભાર્થીઓને રૂા. ૧,૫૯,૩૦,૦૦૦/- તેજ રીતે સંતસુરદાસ યોજના હેઠળ પ્રતિમાસ લાભાર્થી દીઠ રૂા. ૬૦૦/- લેખે ૧૨૦૨ લાભાર્થીઓને રૂા. ૪,૩૨,૨૮,૦૦૦/-ની સહાય દર માસે ડી.બી.ટી. મારફતે લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

આજ રીતે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન-સહાય યોજના હેઠળ ૨૪૫૪ દિવ્યાંગજનોને રૂા. ૧,૦૩,૬૯,૦૦૦/-, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧૭૨૬ લાભાર્થીઓને રૂા. ૨૨,૨૭,૦૦૦/-, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૧૬૯ લાભાર્થીઓને ૮૧,૫૦,૦૦૦/-, ગુજરાત મેન્ટલ ડીસેએબીલીટી પેન્શન સ્કીમ (બૌધ્ધિક અસમર્થતા યોજના) નવી યોજના હેઠળ લાભાર્થી દીઠ પ્રતિમાસ રૂા. ૧,૦૦૦/- લેખે ૮૩૧ લાભાર્થીઓને રૂા. ૪૬,૫૧,૦૦૦/-ની સહાય દર માસે ડી.બી.ટી. મારફતે જે તે લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે જયારે જિલ્લાના ૫૫૨૧ લાભાર્થીઓને દિવ્યાંગ ઓળખકાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.

સમાજ સુરક્ષા ખાતાના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કોવિડ-૧૯ મહામારીમાં અનાથ થયેલ બાળકો માટે મુખ્ય મંત્રી બાળ સેવા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ જિલ્લાના ૬૭ બાળકોને રૂા. ૧૩,૪૦,૦૦૦/-, જયારે કોવિડ-૧૯ મહામારીમાં માતા કે પિતા બેમાંથી એકની છત્રછાયા ગુમાવી છે તેવા એકવાલી વાળા માટેની મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ ૪૩૯ બાળકોને રૂા. ૪૩,૯૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવી છે.

કેન્દ્ર-રાજય સરકારની સ્પોન્સરશીપ યોજના હેઠળ જિલ્લાના ૨૫ લાભાર્થીઓને રૂા. ૨૨,૫૮,૦૦૦/- અને પાલક માતા-પિતા યોજના (અનાથ બાળકો માટેની યોજના) અંતર્ગત પ્રતિ માસ બાળક દીઠ રૂા. ૩,૦૦૦/- લેખે જિલ્લાના ૮૫૨ બાળકોને રૂા. ૯,૭૪,૦૧,૦૦૦/- જે તે લાભાર્થી બાળકના બેન્ક ખાતામાં ડી.બી.ટી. મારફતે ચૂકવવામાં આવ્યા છે.

આ ઉપરાંત સેરો પોઝીટીવ ઇલનેશ (SERO POSITIVE ILLNESS) શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૭૫૬ લાભાર્થીઓને રૂા. ૨૦,૨૯,૦૦૦/- જયારે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં બાળકલ્યાણ તથા દિવ્યાંગ કલ્યાણક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના બાળકોને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ ૮૩ બાળકોને રૂા. ૪,૯૮,૫૦૦/-ની સહાય ચૂકવવામાં આવી છે.

દિવ્યાંગજનોને બસમાં મફત મુસાફરી પાસ યોજના, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, રેલ્વેમાં મુસાફરી, વ્યવસાયિક તાલીમ જેવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે.
આમ, રાજય સરકાર દ્વારા માત્ર છેવાડાના જ આમ આદમીની નહીં પણ જન્મથી કે આકસ્મિક કારણોસર શારીરિક કે માનસિક દિવ્યાંગ વ્યકિતઓ પણ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો : કચ્છનો અખાત પ્રદેશ દરીયાઈ જીવસૃષ્ટી માટે સ્વર્ગ, અનેક વિશેષતાઓના કારણે આગવી ઓળખ ધરાવે છે પીરોટન ટાપુ

આ પણ વાંચો : નવસારી નગરપાલિકાના વેરામાં વધારાને લઇને પ્રજાજનોમાં રોષ, પ્રાથમિક સુવિધાના નામે મિંડુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Next Article