Anand : ખેલ મહાકુંભ 2022 અંતર્ગત 24 થી 26 માર્ચ દરમ્યાન જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે

|

Mar 22, 2022 | 6:44 PM

આણંદમાં જિલ્લા કક્ષાની શુટીંગ બોલ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલટેનિસ, ટેક વેન્ડો, આર્ચરી, હેન્ડબોલ અને જુડો જેવી વિવિધ સ્પર્ધાઓ જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. ખેલ મહાકુંભ શાળા,ગ્રામ્ય, તાલુકા,ઝોન કક્ષા, જિલ્લા જે મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા અને છેલ્લે રાજય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવશે.

Anand : ખેલ મહાકુંભ 2022 અંતર્ગત 24 થી 26 માર્ચ દરમ્યાન જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
Gujarat Khel Mahakumbh (File Image)

Follow us on

ગુજરાત(Gujarat)સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષ ખેલ મહાકુંભનું(Khel Mahakunbh 2022)  આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભનું આયોજન આઇકોનિક ઇવેન્ટ તરીકે કરવાનું નિયત કરવામાં આવ્યું છે. જેમાં 24 થી 26 માર્ચ દરમિયાન આણંદ(Anand) જિલ્લાના વિવિધ સ્થળોએ ઉંમર વર્ષ 11, 14, 17 , 17 વર્ષથી ઉપરના, 40 વર્ષના અને 60 વર્ષથી ઉપરના ભાઇઓ અને બહેનો માટે જિલ્લા કક્ષાની શુટીંગ બોલ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલટેનિસ, ટેક વેન્ડો, આર્ચરી, હેન્ડબોલ અને જુડો જેવી વિવિધ સ્પર્ધાઓ જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. ખેલ મહાકુંભ શાળા,ગ્રામ્ય, તાલુકા,ઝોન કક્ષા, જિલ્લા જે મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા અને છેલ્લે રાજય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવશે.

ઓપન ગૃપ ભાઇઓ અને બહેનો માટેની ટેકવેન્ડોની સ્પર્ધાનું આયોજન

જે અંતર્ગત 24 માર્ચના રોજ સવારના 8 કલાકે ઓપનએજ ગૃપ  અંડર -4૦ ભાઇઓ માટેની શુટીંગબોલની સ્પર્ધા આણંદ-વી.જે.પ્રેકિટસીંગ હાઇસ્કૂલ ખાતે, અંડર-14 ભાઇઓ  અને બહેનો માટેની ફુટબોલની સ્પર્ધા ધર્મજ ખાતેની એચ.એમ.પટેલ હાઇસ્કૂલ ખાતે, સવારના 8 વાગે અંડર-14 બહેનો અને બપોરના 1 થી 2 દરમિયાન અંડર-14 ભાઇઓ માટેની બેડમિન્ટનની સ્પર્ધા વિદ્યાનગર-એચ.એમ.પટેલ બેડમિન્ટન હોલ ખાતે, અંડર-14 ભાઇઓ અનેબહેનો માટેની ખંભાત માધવલાલ શાહ હાઇસ્કૂલ ખાતે અને અંડર-17 ભાઇઓ અનેબહેનો માટેની ટેબલટેનિસની સ્પર્ધા વિદ્યાનગરની એરીબાસ કોલેજ ખાતે, અંડર 14 , ઓપન ગૃપ ભાઇઓ અને બહેનો માટેની ટેકવેન્ડોની સ્પર્ધા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે, તમામ વય જૂથના ભાઇઓ માટેની આર્ચરીની સ્પર્ધા આસોદરની એચ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે, તમામ વય જૂથની બહેનો માટેની હેન્ડબોલની સ્પર્ધા વલાસણ શ્રી ડી. એસ. પટેલ હાઇસ્કુલ ખાતે અને તમામ વયજૂથની બહેનો માટેની જુડોની સ્પર્ધા આણંદ-બાકરોલ ખાતેની એસ.ડી.દેસાઇ હાઇસ્કૂલ ખાતે યોજાશે.

બેડમિન્ટન હોલ ખાતે બેડમિન્ટનની સ્પર્ધાઓ યોજાશે

25 માર્ચના રોજ અંડર-17 ભાઇઓ અનેબહેનો માટેની ફુટબોલની સ્પર્ધા ચારૂતર વિદ્યામંડળના શાસ્ત્રી મેદાન ખાતે, ઓપન ભાઇઓ અનેબહેનો, 40 ઉપરના ભાઇઓ અનેબહેનો અને 60 વર્ષથી ઉપરના ભાઇઓ અને બહેનો માટેની સવારના 8 થી સાંજના 5 ના અલગ-અલગ સમય દરમિયાન વિદ્યાનગર ખાતે એચ.એમ.પટેલ બેડમિન્ટન હોલ ખાતે બેડમિન્ટનની સ્પર્ધાઓ યોજાશે. ઓપન એજ ભાઇઓ અનેબહેનો માટેની ટેબલટેનિસની સ્પર્ધા વિદ્યાનગર એરીબાસ કોલેજ ખાતે, તમામ વય જૂથની બહેનો માટેની આર્ચરીની સ્પર્ધા આસોદર ખાતે એચ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે, અંડર-14 , અંડર-17 ભાઇઓ માટેની હેન્ડબોલની સ્પર્ધા વલાસણ શ્રી ડી.એસ.પ્ટોલ હાઇસ્કૂલ ખાતે અને અંડર-17 ભાઇઓ માટેની જૂડોની સ્પર્ધા બાકરોલ-આણંદ એસ.ડી.દેસાઇ હાઇસ્કૂલ ખાતે યોજાશે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ઓપનએજ ભાઇઓ માટેની હેન્ડબોલની સ્પર્ધા

26 માર્ચના રોજ ઓપનગૃપ ભાઇઓ અનેબહેનો માટેની ફુટબોલની સ્પર્ધા ચારૂતર વિદ્યામંડળના શાસ્ત્રી મેદાન ખાતે, બેડમિન્ટનની સ્પર્ધામાં બાકી રહી ગયા હોય તેવા તમામની બેડમિન્ટનની સ્પર્ધા વિદ્યાનગર એચ.એચ.પટેલ બેડમિન્ટન હોલ ખાતે, 40 અને 60 વર્ષથી ઉપરના ભાઇઓ અને બહેનો માટેની ટેબલટેનિસની સ્પર્ધા વિદ્યાનગર એરીબાસ કોલેજ ખાતે, ઓપનએજ ભાઇઓ માટેની હેન્ડબોલની સ્પર્ધા વલસાણ શ્રી ડી.એસ.પટેલ હાઇસ્કૂલ ખાતે અને અંડર-14 ભાઇઓ માટે સવારના 8 વાગે અને ઓપનએજ ભાઇઓ માટેની બપોરના 12 કલાકે જુડોની સ્પર્ધા બાકરોલ-આણંદ ખાતેની એસ.ડી.દેસાઇ હાઇસ્કુલ ખાતે યોજાશે

આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં મે મહિના સુધી પીવાના પાણીની કોઇ ચિંતા નહિ, ગોંડલની સ્થિતિ કટોકટી ભરીઃ કલેક્ટર

આ પણ વાંચો : Banaskantha: પાણી માટે ફરી થશે જળ આંદોલન, પાલનપુર તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત આગેવાનોની ગુપ્ત બેઠક

Next Article