આણંદ (Anand) ખાતે બનાવવામાં આવનાર અદ્યતન સિવિલ હોસ્પિટલનું(Civil Hospital) ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે. જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં જો વધુ મજલા બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ જે જગ્યા ઉપર બનવાની છે તે જગ્યાએ બંને સાઈડ પર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલમાં જેવા અધ્યતન સાધનો હોય છે તેના કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બનશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું છે કે આણંદ ખાતે બનનાર સિવિલ હોસ્પિટલ ખાતે સારામાં સારી આધુનિક ટેકનોલોજીથી સજજ સુવિધા સભર હોસ્પિટલ બનાવજો. આ માટે જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય સરકાર આપશે. હાલમાં આ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા 180 કરોડ જેટલી રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે જેથી ગ્રીન હોસ્પિટલ બનશે. આણંદ ખાતે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલ કુલ 29,761. 56 ચો.મીટરના જમીન વિસ્તારમાં તૈયાર થનાર સિવિલ હોસ્પિટલમાં 240 બેડ, 45 આઈ. સી. યુ. બેડ અને 4 ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં કુલ ૫૦ બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે.
હોસ્પિટલ ખાતે 86 કાર પાર્કિંગ થાય તેવી સુવિધા પણ તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલની ઇમારતના ઇમરજન્સી, રેડિયોલોજી, રજીસ્ટ્રેશન, ફાર્મસી, લેબર એરીયા અને ઓર્થોપેડિક,પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ અને ડેન્ટલ સંલગ્ન ઓપીડી ઉપલબ્ધ થશે એનઆઇસીયુ માં 16 બેડ, પીઆઈસીયુ માં 6 બેડ, સાયકોલોજી ઓપીડી, ફિઝીયોથેરાપીડી ઓપીડી, સ્કીન ઓપીડી અને એનઆરસી ઓપીડીની સુવિધા 10 બેડ ધરાવતું બર્ન વોર્ડ, ૨૫ બેડ ધરાવતા આઈસીયુયુ અને એસઆઈસીયુ, 4 સ્પેશ્યલ રૂમ, ૪ ઓટી કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત 10 આઇસોલેશન વોર્ડ, 03 પ્રિઝનર વોર્ડ, બ્લડ બેંક, એડમીન ઓફીસ, કિચન અને ડાઇનિંગની વ્યવસ્થા ઊભી કરાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:39 am, Tue, 9 May 23