Anand : મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટર- જિલ્લા વિકાસ અધિકારીએ બાળકો સાથે મધ્યાહન ભોજન આરોગ્યુ

|

Mar 31, 2022 | 3:52 PM

જિલ્લા કલેકટર દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બાપનાએ બાળકોને ભોજન પીરસ્યા બાદ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ બાળકો કોરોનાથી ચિંતામુકત બનીને શિસ્તબધ્ધ રીતે શાળાએ આવ્યા છે.

Anand : મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ,  જિલ્લા કલેક્ટર- જિલ્લા વિકાસ અધિકારીએ બાળકો સાથે મધ્યાહન ભોજન આરોગ્યુ
Anand: District Collector- District Development Officer had lunch with the children

Follow us on

Anand : વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે શાળાઓમાં (School) અભ્યાસ કરવા આવતા બાળકો લગભગ બે વર્ષ સુધી શાળા અને શાળા પરિવારથી અલગ રહીને ઓફલાઇન શિક્ષણ મેળવતા હતા. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ નહિવત થતાં શાળાઓ પુન: બાળકોની કિલકારીઓથી ગૂંજી ઉઠી છે. શાળાએ આવતાં બાળકોને પોષણ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના (Mid-day Meal Scheme)અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજે બે વર્ષના ગાળા બાદ શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં પ્રારંભ થઇ ગયો છે.

મધ્યાહન ભોજનમાં અપાતું ભોજન એ માત્ર ભોજન નથી. પણ પ્રેમ-ભાવનો પ્રસાદ છે. મધ્યાહન ભોજન થકી વિદ્યાર્થીઓમાં સમૂહ ભોજન સાથે સમૂહનો પેદા કરે છે.આણંદ જિલ્લામાં આજથી મધ્યાહન ભોજન યોજનાનો આણંદ ખાતેની નગર પ્રાથમિક શાળા નં.14 ખાતેથી જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લા કલેકટર (District Collector)દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) બાપના શાળા ખાતે આવી પહોંચતા બાલિકાઓએ ઉષ્માભર્યું સ્વાગત કરતાં કલેકટર દક્ષિણીએ પણ બાલિકાઓનું સ્વાગત કર્યું હતું.

જિલ્લા કલેકટર દક્ષિણીએ બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને સમયસર અને નિયમિત શાળાએ આવશોને ? તેવું પૂછતાં બાળકોએ હા નિયમિત આવીશું કહીને સમૂહમાં પ્રત્યુત્તર પાઠવ્યો હતો. આ સમયે બાળકોના ચહેરા પર એક અનેરી ખુશી જોવા મળી હતી.ત્યારબાદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ સમૂહમાં મધ્યાહન ભોજન લેવા બેઠેલાં વિદ્યાર્થીઓને ભોજન પીરસ્યુ હતું.
જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ બાળકોને સુખડી ખવડાવીને મોં મીઠું કરાવી મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જિલ્લા કલેકટર દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બાપનાએ બાળકોને ભોજન પીરસ્યા બાદ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ બાળકો કોરોનાથી ચિંતામુકત બનીને શિસ્તબધ્ધ રીતે શાળાએ આવ્યા છે. અને આજે તેઓને મધ્યાહન ભોજન મળતાં તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે બાળકોને સમયસર અને નિયમિત શાળાએ આવવા અને શાળામાં શિક્ષણની સાથે રમત-ગમતનો આનંદ માણવા કહ્યું હતું. સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થતાં જિલ્લાના અંદાજે 1.95 લાખ બાળકોને તેનો લાભ પ્રાપ્ત થશે તેમ કલેકટરે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મધ્યાહન ભોજનના નાયબ કલેકટર અંકિતાબેન પરમાર, શાળાના આચાર્ય યોગેન્દ્ર બ્રહ્મભટ્ટ અને શાળાના શિક્ષકો સાથે રહ્યા હતા.આણંદ ખાતેની શાળા નં. 14 ખાતેથી મધ્યાહન ભોજનનો પ્રારંભ કરાવ્યા બાદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ કરમસદ ખાતેની સજના તલાવડી શાળાની પણ મુલાકાત લઇને મધ્યાહન ભોજન લઇ રહેલા બાળકો સાથે સંવાદ કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ વાંચોઃ

5400 મીટરની ઉંચાઈએ પ્રથમ વખત પ્રવાસીઓ માટે જનકતલ ટ્રેક ખુલશે, આકાશ દર્શનના શોખીન લોકો માટે ખાસ

આ પણ વાંચો : નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્ણયઃ અમિત શાહ

Published On - 3:49 pm, Thu, 31 March 22

Next Article