Anand : વર્ષ 2021-2022 આંતર રાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબજ કપરું રહેલ છે તેમ છતાં અમુલ ડેરીનો (Amul Dairy)ઉથલો રૂપિયા 10,229 કરોડને પાર કરી ગયો છે, જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે, જે ગત વર્ષના રૂપિયા 8598 કરોડની તુલનામાં ધંધાની કુલ 19% વૃદ્ધિ (Annual Income)દર્શાવે છે.અમુલ ડેરીના ધંધામાં કલકત્તા, પુના તથા મુંબઇ સહિત સમગ્ર રીતે સંતોષકારક વધારો થયેલ છે. અમુલ માટે ખૂબજ સંતોષની વાત છે કે, ચાલુ વર્ષે ગત વર્ષના રૂ.835.51ની સરખામણીમાં રૂ. 837.22 જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છીએ. જે અમુલ ડેરીએ અપનાવેલ અધતન ટેક્નોલોજી, ખર્ચમાં ઘટાડો અને ધંધામાં કરેલ વધારાને કારણે શક્ય બનેલ છે.અમુલ ડેરી તેનાથી સંતોષ પામી બેસી રહ્યા નથી. પરંતુ, સભાસદોને વધુને વધુ દૂધના સારા ભાવો આપી શકીએ તેવા પ્રયત્નો હંમેશા ચાલુ રાખેલ છે.
અમુલ ડેરીએ વર્ષ 2021-22 દરમ્યાન સરેરાશ 41 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 150 કરોડ કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલ છે. 16 ફેબ્રુઆરી 2022ના રોજ 51 લાખ લિટરથી વધુ દૂધ સંપાદન કરેલ છે જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે.
આણંદ-ખેડા-મહિસાગર જિલ્લામાં સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ 29.80 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 108.79 કરોડ કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલ છે. જે આપના સહકાર, પ્રખર અખંડિતતા, ગ્રામ્ય ક્ક્ષાએ દૂધ મંડળીઓની ચુસ્ત કામગીરી તથા સંઘ દ્વારા દૂધ સંપાદનમાં ટેક્નોલોજીનો સમન્વય કારણભૂત છે. તેનો સર્વે યશ આપને જાય છે.
વર્ષ દરમ્યાન અમુલ ડેરી દ્વારા અમૂલ પેદાશો જેવીકે ચીઝ, પનીર, માખણ, ઘી, દૂધનો પાવડર, ફ્લેવર્ડ મિલ્ક, આઈસક્રીમ અને ચોકોલેટના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરેલ છે. ઉત્પાદનમાં વધારાની સાથે સંઘ દ્વારા વિશ્વસ્તરીય અત્યાધુનિક ટેક્નોલૉજનો ઉપયોગ કરી દેશ-પરદેશના ગ્રાહકોની અપેક્ષા મુજબની ગુણવત્તા પણ જાળવી રાખેલ છે. વર્ષ 2020-21માં દૂધના અંતિમ ભાવની રકમ 320 કરોડ હતી જેને વધારીને 350 કરોડ કરેલ છે, જે ગત વર્ષની સરખામણીમાં 9% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
અમુલ ડેરી દ્વારા ઓક્ટોબર 2020થી સેક્સ શોર્ટેડ વીર્ય ડોઝના ઉપયોગ થકી પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બમણું કરવાની યોજના છે. હાલમાં સંઘ દ્વારા 1200 દૂધ મંડળીઓમાંથી 30 લાખ લિટર પ્રતિદિન દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે.
• સિમેન સ્ટેશન ઓડ વીર્ય ગ્રહણ કેન્દ્રમાં ઉચ્ચ આનુવંશિક ધરાવતા આખલા તેમજ પાડાનો સમાવેશ કરી વર્ષ દરમ્યાન 81 લાખથી વધુ વીર્યડોઝનું ઉત્પાદન કરેલ છે.
• ગત વર્ષ દરમ્યાન આપણે ગાયોમાં ભ્રૂણપ્રત્યારોપણ શરૂ કરેલ જે પદ્ધતિને ભેંસોમાં પણ શરૂ કરેલ છે અને હાલ સુધીમાં 910 ભ્રૂણપ્રત્યારોપણ કરેલ છે. જેના થકી 130થી વધુ ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા બચ્ચાંઓનો જન્મ થયેલ છે.
• વર્ષ દરમ્યાન 72000થી વધુ લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગ કરેલ છે અને 2700 થી વધુ ઉચ્ચ વંશાવલી ધરાવતી પાડી- વાછરડીનો જન્મ થયેલ છે.
• 965 જેટલા ડિજિટલ કાવ બેલ્ટનો ઉપયોગ કરેલ છે જેના દ્વારા પશુઓના વેતર અંગેની અને સ્વાથ્ય અંગેની સચોટ અને સમયસર માહિતી મળે છે.
• પાડી – વાછરડી ઉછેર ને વધુ વેગવંતુ બનાવવા માટે આપણે વર્ષ દરમિયાન 76000 જેટલી પાડી -વાછરડી ઉછેર કરવા માટે 75% સબસિડીથી કાફ કીટ આપણાં સભાસદોને પૂરી પડેલ છે.
• જીલ્લામાં શંકર ગાયો ધરાવતા ગામોમાં 100 ટકા મસ્ટાઈટીસ નિયંત્રણ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવેલ છે.
• હાલ અમૂલ ડેરી દ્વારા ડીજીટલાઇઝેશન અંતર્ગત 800 જેટલા મિલ્ક ટેસ્ટિંગ મશીન મંડળીઓમાં સ્થાપિત કરેલ છે.
• જીલ્લામાં 24 ક્લાક આપતી સ્પેસિયલ વિઝિટ સેવાને વધુ કાર્યક્ષમ બનાવેલ છે તેમજ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ પણ શરૂ કરેલ છે.
• પશુ માવજતને ધ્યાનમાં રાખી આયુર્વેદિક પશુપૂરક આહારનું કંજરી ખાતે ઉત્પાદન શરૂ કરેલ છે.
આ પણ વાંચો :
ગુજરાતમાં હજુ બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી
Ahmedabad: ઓઢવ હત્યાકાંડમાં 30 જ દિવસમાં ચાર્જશીટ દાખલ, અમદાવાદની બની પ્રથમ ઘટના
Published On - 4:42 pm, Mon, 4 April 22