ANAND : બોરસદ રોશા ઠક્કર હત્યા કેસ, સાત આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

|

Jan 27, 2022 | 6:40 PM

બોરસદના લેગ્સી ગાર્ડનમાં રહેતા અમિત ઠકકર કે જેઓ બોરસદમાં ખમણની બે દુકાનો ધરાવે છે. અને પોતાના પરિવાર (Thakkar family)સાથે સયુંકત કુટુંબમાં રહેતા હતા. ગત 18 જાન્યુઆરીના રોજ અમિત ઠક્કરના પત્ની રોશાબેન બાથરૂમમાં પડી ગયા હોવાથી મોત થયાનું રોશાના પિયરીયાઓએ ફોન કરી જણાવ્યું હતું

ANAND : બોરસદ રોશા ઠક્કર હત્યા કેસ, સાત આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો
ANAND: case registered against seven accused in Borsad Rosha Thakkar murder case

Follow us on

આણંદ (ANAND)જિલ્લાના બોરસદમાં (BORSAD) રોશા ઠક્કર (Rosha Thakkar)હત્યા કેસમાં  (Murder CASE) પોલીસે મૃતક રોશાના પતિ સહિત સાત લોકો સામે ગુનો દાખલ કર્યો છે. હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને આણંદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અને TV9ની ટીમ દ્વારા અમિતના આરોગ્ય અંગે પૂછપરછ કરવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા અમિતનું આરોગ્ય સુધારા પર હોવાનું જણાવ્યું હતું. અને બે દિવસ બાદ ફરી અમિતનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે તેવી માહિતી આપી હતી.

મહત્વનું છે કે રોશા ઠક્કર હત્યા કેસમાં પોલીસે રોશાના પતિ અમિત ઠક્કર અને તેના મોટા ભાઈની ધરપકડ કરી હતી. અને નિયમ પ્રમાણે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવતા આરોપી અમિતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તેને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરાયો છે. અને હોસ્પિટલમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરાશે.

બોરસદના લેગ્સી ગાર્ડનમાં રહેતા અમિત ઠકકર કે જેઓ બોરસદમાં ખમણની બે દુકાનો ધરાવે છે. અને પોતાના પરિવાર (Thakkar family)સાથે સયુંકત કુટુંબમાં રહેતા હતા. ગત 18 જાન્યુઆરીના રોજ અમિત ઠક્કરના પત્ની રોશાબેન બાથરૂમમાં પડી ગયા હોવાથી મોત થયાનું રોશાના પિયરીયાઓએ ફોન કરી જણાવ્યું હતું ,જેથી સુરત ખાતે રહેતા રોશાના પરિવારજનો બોરસદ આવ્યા હતા. અને સમગ્ર મામલાની બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા મૃતકનું પીએમ કરાવવામાં આવતા ગળાના ભાગે ઇજાના નિશાન પીએમ રીપોર્ટમાં સામે આવ્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જેથી પોલીસે રોશાના ભાઈની ફરિયાદને આધારે રોશાના પતિ અમિત ઠકકર સહિત સાત લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને રોશાના પતિ અમિત અને જેઠની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવતા અમિતના પિતા કે જે આ કેસમાં પણ આરોપી છે તેમના દ્વારા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.


 

આ પણ વાંચો : અમદાવાદઃ AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ, સિનિયર સિટીઝન માટે AMTSમાં ફ્રી પાસ મળશે

આ પણ વાંચો : યુવરાજસિંહે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરતાં રાજકારણ ગરમાયું

Next Article