Anand Breaking News : આણંદના ઉમરેઠમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં થયો પથ્થરમારો, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરવાનો કર્યો પ્રયાસ, જુઓ Video

|

Oct 12, 2023 | 2:28 PM

રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ફરી એક વાર રાજ્યમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા અસામાજિક તત્વોઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠના ઓડ બજારમાં આવેલા તળાવ પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરો નાખવામાં આવ્યા હતા.

Anand Breaking News : આણંદના ઉમરેઠમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં થયો પથ્થરમારો, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરવાનો કર્યો પ્રયાસ, જુઓ Video
Anand

Follow us on

Anand Breaking News : રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ફરી એક વાર રાજ્યમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા અસામાજિક તત્વોઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠના ઓડ બજારમાં આવેલા તળાવ પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરો નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Anand News : તાજેતરમાં પડેલા વરસાદની અસર શાકભાજી પાકો પર જોવા મળી, છેલ્લા ચાર દિવસથી ભાવમાં ભડકો

ગઈ કાલે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર નાખી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. આજે વહેલી સવારે ભક્તો અને પૂજારી મંદિર પહોંચ્યા ત્યારે પથ્થરો દેખાયા હતા. તો મહાદેવની ધજાની શોધખોળ કરતા ગટરના ખાડામાંથી મળી આવી છે. આ સમગ્ર ઘટના અંગે પૂજારીએ ઉમરેઠ પોલીસને જાણ કરી છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

વડોદરાના મંજુસર ગામે ગણેશવિસર્જનમાં થયો હતો પથ્થરમારો

તો આ અગાઉ વડોદરા જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના બની હતી.મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગ્રામજનોએ પંચાયત પાસેના ચોકમાં બેસી રામધુન બોલાવી પથ્થરમારો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

બીજી તરફ ખેડાના ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં બે જૂથના લોકો સામ સામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ખેડા જિલ્લાના ઠાસરાના  ડાકોર સેવાલિયા સહિતની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

( વીથ ઈનપુટ – ધર્મેન્દ્ર કપાસી ) 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:07 pm, Thu, 12 October 23

Next Article