Breaking News : અમૂલે દૂધનાં ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો કર્યો વધારો, 1 મેથી અમલ

અમૂલના ટૂંકા નામે ઓળખાતા આણંદ મિલ્ક યુનિયન લિમિટેડે, દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલ 1 મે 2025થી અમલમાં આવશે.

Breaking News : અમૂલે દૂધનાં ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો કર્યો વધારો, 1 મેથી અમલ
| Edited By: | Updated on: Apr 30, 2025 | 8:18 PM

Milk Price Hike: આજકાલ દરેક ક્ષેત્રે મોંધવારીનો માર સહન કરતા સામાન્ય નાગરિકને વધુ એક માર, આવતીકાલ ગુજરાતના સ્થાપના દિવસથી ખાવાનો વારો આવશે. અમૂલે દૂઘના ભાવમાં એક લિટરે રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1 મે 2025થી અમલમાં આવશે.

અમૂલના ટૂંકા નામે ઓળખાતા આણંદ મિલ્ક યુનિયન લિમિટેડે, દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલ 1 મે 2025થી અમલમાં આવશે. અમૂલે જાહેર કરેલા ભાવ વધારામાં તમામ બ્રાન્ડના દૂધનો સમાવેશ થાય છે. અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ બફેલો, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમનાં નામે વેચાતા દૂધના ભાવમાં વધારો કરાયો છે. અમૂલ ટી સ્પેશીયલ, અમૂલ તાજા, અને અમૂલ ગાયનાં દુધનાં ભાવમાં વધારો કર્યો છે.

જાણો કયા પ્રકારના દૂધમાં કેટલો ભાવ વધારો કરાયો

દૂધનો પ્રકાર માપ જૂની કિંમત ( રૂપિયામાં) નવી કિંમત ( રૂપિયામાં)
અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી 30 31
અમૂલ બફેલો દૂધ 500 મીલી 36 37
અમૂલ ગોલ્ડ દૂધ 500 મીલી 33 34
અમૂલ ગોલ્ડ દૂધ એક લીટર 65 67
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. 24 25
અમૂલ ટી સ્પેશીયલ 500 મીલી 31 32
અમૂલ તાજા દૂધ 500 મિલી 27 28
અમૂલ તાજા દૂધ 1 લીટર 53 55
અમૂલ ગાયનું દૂધ 500 મીલી 28 29

અત્રે ઉલ્લેખનીય છે કે, મધર ડેરી દ્વારા પણ ગઈકાલ 29મી એપ્રિલના રોજ દૂઘના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારો આજે એટલે કે 30મી એપ્રિલના રોજથી અમલમાં આવ્યો છે.   મધર ડેરીએ પણ આજથી અમલમાં આવે તે રીતે દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ, અમૂલ ડેરીએ પણ દૂઘના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે મધર ડેરીએ દૂઘના ભાવ વધારા માટેના કારણો આપતા જણાવ્યું હતું કે, પશુપાલકો પાસેથી ડેરીને દૂઘ એકત્ર કરવા, વિતરણ વ્યવસ્થા અને ગ્રાહકો સુધી દૂઘ પહોચાડવાના માટેના ખર્ચમાં 4થી5નો વધારો થયોના કારણે મધર ડેરીને દૂધના ભાવમાં વધારો કરવાનો આખરે નિર્ણય કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો