Amreli : વડીયા અને લાઠીના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Jul 24, 2021 | 4:44 PM

જેમાં અમરેલી જિલ્લાના વડીયામાં પણ અત્યંત બફારા બાદ વરસાદ(Rain) પડ્યો છે. આ ઉપરાંત અમરેલીના લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. 

ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે . જેમાં અમરેલી(Amreli)  જિલ્લાના વડીયામાં પણ અત્યંત બફારા બાદ વરસાદ(Rain) પડ્યો છે. આ ઉપરાંત અમરેલીના લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે.   જેમાં અકાળા, લુવારીયા, અંટાળિયા સહિતના ગામોમાં વરસાદ થયો છે.  ગ્રામીણ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તેમજ પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વરસાદ પડતાં ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ કપાસ, મગફળી અને સોયાબીનના વાવેતરમાં રાહત થશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ તારીખ 24,25 અને 26 ના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી પણ કરી છે.

Next Video