અમરેલીમાં વાહન અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં સવાર ત્રણ લોકોને સારવાર અર્થે 108ની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે

અમરેલીમાં વાહન અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત
Amreli Accident Three Died
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:05 PM

ગુજરાતના (Gujarat) અમરેલીના(Amreli)  કુકાવાવ હાઈવે પર ટુ-વ્હીલર અને ટ્રક વચ્ચે અકસ્માતની(Accident)  ઘટના બની હતી. આ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર પતિ પત્ની અને બાળકીનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં સવાર ત્રણ લોકોને સારવાર અર્થે 108ની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અમરેલી જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસમાં અકસ્માતમાં 10નો ભોગ લેવાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે હેશટેગ Resign_AsitVora 

આ પણ વાંચો : BHAVNAGAR : કચરા ગાડી એટલે કૌભાંડનું પર્યાય, જાગૃત નાગરિકે વીડિયો બનાવી નગરસેવકને જાણ કરી