અમરેલીમાં અનરાધાર વરસાદથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી સહિતની નદીઓમાં આવ્યાં પૂર

|

Jul 04, 2022 | 7:06 PM

અમરેલી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ખાંભા (Khmabha)પંથકમાં નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. અને તાંતણિયા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી.

અમરેલીમાં અનરાધાર વરસાદથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી સહિતની નદીઓમાં આવ્યાં પૂર
Rains in Amreli flooded rivers including Shetrunji

Follow us on

અમરેલી(Amreli) જિલ્લા સાર્વત્રિક તેમજ અમરેલીના ખાંભામાં વરસાદ (Rain)થતા વોકળા અને નદી નાળા છલકાઈ ગયા છે. તો સૌથી મોટી શેત્રુંજી  નદીમાં પણ પૂર આવ્યું હતું અને નદી બે કાંઠે વહી ઉઠી  હતી.  જ્યાારે ખાંભાની  તાતણિયા નદી (Flood in River)વરસાદી પાણીને પગલે છલકાઈ ઉઠી હતી. અહીં 3.5 ઈંચ વરસાદ ખાબકતા ખાંભા ગામ પાણીથી તરબોળ થઈ ગયું. ગામ સહિત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. વરસાદને પગલે મિતિયાળી પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

અમરેલીના વિવિધ જિલ્લાઓમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે જ જે ખેડૂતો થોડા સમય પહેલા વાવણી બાદ વરસાદ ન થવાથી ચિંતામાં હતા તે ખેડૂતો પણ  વરસાદને પગલે ખુશખુશાલ થઈ ગયા હતાતો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભમોદ્રાની વેકરીયા નદીમાં પૂર આવ્યું હતું અને પીપરડી રાણીગામ જવાના માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. દામનગર, વડીયા, સાવરકુંડલા, લાઠી, ધારી સહિતના ગામોમાં અવિરત વરસાદ પડયો હતો.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

જુઓ શેત્રુંજી નદીનો આહ્લાદક નજારો

શેત્રુંજી નદી બે કાંઠે  વહી ઉઠી હતી અને  તેના ધસમસતા પ્રવાહને  કારણે નદીકાંઠે સુંદર નજારો જોવા મળ્યો હતો.

અમરેલી: વડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં  પણ ભારે વરસાદ

વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ  ખાબક્યો હતો. વડિયાના  બાટવા દેવળી, હનુમાન ખીજડીયા, બરવાળા બાવીસી તથા  અનિડા, લાઠી, બગસરા, લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ  નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગીર સોમનાથના ગીર જંગલના ઉપરવાસમાં વરસેલા અનરાધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.ત્યારે ગીરમાંથી પસાર થતી રાવલ નદીમાં પૂર આવ્યું છે.રાવલ નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલી જિલ્લામાં જૂન મહિનાથી ઘણો સારો વરસાદ વરસ્યો છે અને હજી પણ અહીં મેઘમહેર યઆથવત રહેતા મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતો ખુશકુશાલ છે.

 

 

Next Article