Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

|

Feb 22, 2022 | 7:30 PM

રાજય સરકારની અગાઉ જાહેર કરેલી યોજના પ્રમાણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની છે 15 જૂન પહેલા અમરેલી જીલ્લાના તમામ ગામડાઓમાં ખેતીવાડીમાં આપવાની 8 કલાક વીજળી દિવસે આપવા તાત્કાલિક વ્યવસ્થા કરવા માગ કરી છે

Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Follow us on

સરકારે બે વર્ષ પહેલાં જાહેરાત કરી હતી કે ખેડૂતોને દિવસે જ 8 કલાક વીજળી આપવામાં આવશે પણ હકિકતમાં ખેડૂતોને રાત્રે જ વીજળી આપવામાં આવતી હોવાથી પૂર્વમંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખી દિવસે વીજળી આપવામાં આવે તેવી માગણી કરી છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે અમરેલી જિલ્લાના 11 તાલુકાઓમાં સિંહો અને દીપડાઓનો વસવાટ છે. રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો પબર અવાર નવાર દીપડાઓના હુમલાઓ થવાની ઘટનાઓ બને છે. સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓના ડરથી રાત્રે ખેડૂતો અને મજૂરોને પોતાના પાકમાં પિયત માટે જવામાં મુશ્કેલી પડે છે.

રાજય સરકારની અગાઉ જાહેર કરેલી યોજના પ્રમાણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની છે. 15 જૂન પહેલા અમરેલી જીલ્લાના તમામ ગામડાઓમાં રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ખેતીવાડીમાં આપવાની 8 કલાક વીજળી રાતને બદલે દિવસે આપવાની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માગણી સાથેનો પત્ર પાઠવ્યો છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

ઉલ્લેખનીય છે કે રાત્રે જીવના જોખમે ખેતરમાં કામ કરતા ખેડૂતોને રાત્રે કામ ન કરવું પડે તે માટે કિસાન સુર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને દિવસે જ વીજળી આપવાની યોજના હતી. જોકે યોજના લાગુ થયાના થોડા સમય સુધી દિવસે વીજળી આપવામાં આવી હતી પણ ધીમે ધીમે ફરીથી રાતે વીજળી આપવાનું શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો : Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ

આ પણ વાંચો : આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં

Next Article