AMRELI : બાબરા APMCમાં એક જ દિવસમાં 7000 મણ કપાસની આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ

| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:46 PM

સાત દિવસ બાદ ફરી માર્કેટિંગ યાર્ડ ખુલતાની સાથે જ નવા કપાસની આવક મોટા પ્રમાણમાં થઈ છે.એક જ દિવસમાં 7000 મણની આવક થતાં માર્કેટિંગ યાર્ડ નવાં કપાસથી ઉભરાયું છે

Amreli : અમરેલી જીલ્લાનુ બાબરા માર્કેટયાર્ડ સાત દિવસ બાદ ફરી ધમધમતું થયું છે..વાવાઝોડાંનાં કારણે માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવ્યુ હતુ. હાલ સાત દિવસ બાદ ફરી માર્કેટિંગ યાર્ડ ખુલતાની સાથે જ નવા કપાસની આવક મોટા પ્રમાણમાં થઈ છે.એક જ દિવસમાં 7000 મણની આવક થતાં માર્કેટિંગ યાર્ડ નવાં કપાસથી ઉભરાયું છે…અને ખેડુતોને પણ પોતાની જણસીના સારા ભાવ મળ્યા છે.એક મણ કપાસના 1000 થી લઇ 1640 સુધી ભાવ બોલાતા ખેડૂતો ખુશ થયા છે.

તો બીજી બાજું અમરેલીના છેવાડાના વડિયા ગામના ખેડૂતોની મહેનત વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે.. મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકોમાં એટલું નુકસાન છે કે હવે ખેડૂતોના હાથમાં એક પાઈ પણ આવે તેવું નથી. આ સ્થિતિમાં ખેડૂતો સહાયની માગ કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના છેવાડાના વડિયા ગામમાં વસતા મોટાભાગના લોકો ખેતી પર આધાર રાખે છે.આ સિઝનમાં ખેડૂતોએ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકનું વાવેતર કર્યું હતું.. આ વાવેતર પર વરસેલી વરસાદી આફતને લીધે ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સતત ત્રણ દિવસ વરસાદ વરસ્યો.મગફળી તૈયાર થઈ ગઈ હતી, કપાસમાં ઝીંડવા ઉતારવાની કામગીરી ચાલી રહી હતી.પરંતુ સતત ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનત પર એવું પાણી ફેરવ્યું કે ખેડૂતો પાયમાલ બની ગયા..