આખરે ખેડૂતને મળ્યો ન્યાય, પોલીસની મદદથી 30 વર્ષ પહેલા વેચેલી જમીનનો મળ્યો દસ્તાવેજ, ગૃહરાજ્યમંત્રીએ બિરદાવી કામગીરી

અમરેલી અને ભાવનગર જિલ્લાની હદમાં આવેલ ખેડૂતે 30 વર્ષ પહેલા વેચેલી 10 વિઘા જમીનનો દસ્તાવેજ માથાભારે શખ્સોએ અટકાવી રાખ્યા બાદ ખેડૂતન હવે ન્યાય મળ્યો છે. માથાભારે શખ્સોએ આ દસ્તાવેજ દબાવી રાખ્યો હતો અને તેમના ડરથી ખેડૂત ફરિયાદ પણ કરી શક્તો ન હતો. આખરે પોલીસની મદદથી ખેડૂતની સમસ્યાનો અંત આવ્યો છે.

| Edited By: | Updated on: Jul 27, 2025 | 7:57 PM

અમરેલી અને ભાવનગર જિલ્લાની બોડરમાં આવેલ ખેડૂતએ 30 વર્ષ પહેલા વેચેલી 10 વિઘા જમીનનો દસ્તાવેજ અટકતા પોલીસએ માથાભારે ઇસમને પોલીસની ભાષામાં સમજ આપી.ખેડૂતને 30 વર્ષ બાદ અમરેલી પોલીસએ જમીન પરત અપાવતા ગૃહમંત્રીએ અભિનંદન આપ્યા.

અમરેલી અને ભાવનગર જિલ્લાની બોર્ડર વિસ્તારની જમીન મામલે ભોગબનનાર બાલાભાઈ જીવાભાઇ બાખલીયા જેસર તાલુકાના ઇટીયા ગામમાં રેહવાસી તેને જમીન વેચનાર રવજીભાઈ શામજીભાઈ જસાણીને 10 વિઘા જમીન 30 વર્ષ પહેલાં વેચેલી હતી જેનો દસ્તાવેજ માથાભારે તત્વ દ્વારા નોહતો કરવા દેવાતો આ બંનેને ધમકી મળતી હતી જેથી ભોગબનનારએ સ્ટેટ મોનીટરીંગ સેલના આઈજી નિરલિપ્ત રાયને સંપર્ક કરી જાણ કરી ત્યારબાદ નિરલિપ્ત રાય દ્વારા અમરેલી SPને માહિતી આપતા સાવરકુંડલા ASP વલય વૈદ્ય દ્વારા આ માહિતીઓ મેળવી અરજદાર દ્વારા અરજી આપી ત્યારબાદ પોલીસએ તપાસનો ધમધમાટ શરૂ કરી તપાસ કરતા રબારીકા ગામના માથાભારે ઇસમ અને ગુજસીટોકના આરોપી શિવરાજ ઉર્ફે મુનો રામકુભાઈ વિછીયા દ્વારા જમીન ખાતે કરાવવા માટે રૂ.5 લાખ માંગતો હતો જેથી પોલીસે બંને પક્ષના લોકોને બોલાવી ગુજસીટોકના આરોપીને પોલીસને પોલીસની ભાષામાં સમજ આપતા ખેડૂત પરિવારનું વર્ષો પછી દુઃખ દર્દ દૂર કરવા અમરેલી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.અરજદાર ફરિયાદ કરવા માગતો ન હતો.

જેસર તાલુકાના ઇટિયા ગામના બાલાભાઈ જીવાભાઈ આહીરની 1994માં રબારીકા ગામમાં જમીન લીધેલ હતી જે આજ સુધી ખાતે થઈ ન હતી. આ તરફ સામેવાળા જમીન ખાતે નહોંતા કરતા. જેમાં રબારીકા ગામના લૂખ્ખા તત્વોએ જમીન ખાતે કરવાની ના પાડતા હતા જેથી આ અરજદારને અને ગુજસીટોકના આરોપીને સાવરકુંડલા ASP વલય વૈદ્યએ બોલાવ્યા જેથી પોલીસે સમજ આપતા જમીનનો તાત્કાલિક દસ્તાવેજ કરી દીધો. 1994માં લીધેલ જમીનનો આજે દસ્તાવેજ કરી આપતા ખેડૂતે અમરેલી પોલીસનો આભાર માન્યો હતો.

રબારીકા ગામના માથાભારે અને ગુજસીટોક જેવા ગુન્હામાં સંડોવાયેલા ઇસમ દ્વારા વર્ષોથી જમીન વેચાવા દેવામાં આવતી ન હતી. જેને અમરેલી પોલીસએ કાયદાકીય ભાષામાં સમજ આપતા ખેડૂત પરિવાર ખુશ-ખુશાલ થતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમરેલી એસપી અને જિલ્લા પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા.

Input Credit- Jaydev Kathi- Amreli

જ્યાં પગલે પગલે છે મોજ, મસ્તી અને એડવેન્ચર, કાંકરિયામાં બાળકો માટે બન્યો ડિઝનીલેન્ડ જેવો રોમાંચથી ભરેલો Me Parkજુઓ Photos

Published On - 7:56 pm, Sun, 27 July 25