Amreli : ભારે જહેમત બાદ કિશોરનો જીવ લેનારી સિંહણ આખરે પાંજરે પૂરાઈ

|

Sep 22, 2022 | 9:01 AM

સિંહણ ઉગ્ર હોવાને લીધે JCB ની મદદથી કિશોરનો મૃતદેહ છોડ઼ાવવામાં આવ્યો હતો. વન પાલો હડતાળ પર હોવાને કારણે આ સમગ્ર ઓપરેશનમાં SRPFના જવાનોની મદદ લેવામાં આવી હતી. સિંહણ પાંજેરે પૂરાતા  આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કિશોરના અકાળ મોતને કારણે તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો

Amreli : ભારે જહેમત બાદ કિશોરનો જીવ લેનારી સિંહણ આખરે પાંજરે પૂરાઈ
કિશોરનો શિકાર કરનારી સિંહણ પૂરાઈ પાંજરે

Follow us on

અમરેલીના  (Amreli) રાજુલાના વાવડી ગામની સીમમાં સિંહણે  (Lioness) 15 વર્ષના કિશોરને ફાડી ખાવાની ઘટનામાં આ સિંહણને  પાંજેર પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી.  સૂતેલા કિશોરને  ઉપાડી જનારી સિંહણ સાથે તેના 4  સિંહબાળ પણ હોવાની  ચર્ચા હતી.  કિશોરના શિકારને પગલે  સ્થાનિકોમાં  ભય ફેલાઈ ગયો હતો.  આ ઘટનાની જાણ થતા  રાજુલા રેન્જના RFO, પોલીસ અને SRP જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે, રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા તૈયાર નહોતી ત્યારે JCBની મદદથી આશરે કલાકની મથામણ બાદ માંડ માંડ કિશોરના મૃતદેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો. ત્યાર બાદ સિંહણને પાંજરે પુરવાના ઓપરેશનમાં વહેલી સવારે સફળતા મળી હતી અને  જેમાં સિંહણ અને ચાર સિંહબાળને પાંજરે  પૂરવામાં આવ્યા  હતા.

સૂતેલા કિશોરને ઉપાડ઼ી ગઈ હતી સિંહણ

આ ઘટના બાદ વન વિભાગ દોડતું થયું હતું અને મૃત કિશોરની તપાસ હાથ ધરી હતી.  તેમજ સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે કિશોરનો શિકાર કર્યા બાદ સિંહણે મૃત કિશોરનો મૃતદેહ પણ છોડ્યો નહોતો. ત્યાર બાદ વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણના મોઢામાંથી કિશોરના મૃતદેહને છોડાવ્યો હતો. સિંહણ ઉગ્ર હોવાને લીધે JCB ની મદદથી કિશોરનો મૃતદેહ છોડ઼ાવવામાં આવ્યો હતો.  વન પાલો હડતાળ પર હોવાને કારણે આ સમગ્ર ઓપરેશનમાં SRPFના જવાનોની મદદ લેવામાં આવી હતી.   સિંહણ પાંજેરે પૂરાતા  આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કિશોરના અકાળ મોતને કારણે તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો

સિંહણ ઉગ્ર હોવાને લીધે JCB ની મદદથી કિશોરનો મૃતદેહ છોડ઼ાવવામાં આવ્યો હતો.

અમરેલીના જ બાબરકોટમાં જૂલાઇ મહિનામાં આ પ્રકારની  ઘટના બની હતી. જેમાં  સિંહણે એક પછી એક  6 જણને બચકું  ભરતા વન વિભાગે આ સિંહણને અસ્થિર મગજની જાહેર કરી હતી અને બાદમાં આ સિંહણનુ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે થયું હતું.  અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક 2 દિવસ પહેલા સિંહણે હાહાકાર મચાવ્યો હતો હતો. એક જ દિવસમાં સવારે તથા સાંજે ગ્રામજનો પર હુમલા કર્યા હતા તેથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવતા હતા. એક સાથે 6 લોકો ઉપર હુમલા કર્યા હતા અને અફડા તફડી મચાવી હતી. 23 કલાક સુધી વનવિભાગના  અધિકારીઓના કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

Published On - 8:56 am, Thu, 22 September 22

Next Article