Amreli: જાફરાબાદના કડીયાળી ગામે ડાયાબીટીસ મટાડવાની વિધિના નામે તાંત્રિકે 3.30 લાખ પડાવી લીધા

|

Apr 11, 2022 | 9:06 AM

તાંત્રિકે ધુપ વિધી માટે રૂપિયા 5.25 લાખ માગતાં ગભરૂભાઇએ સગાસંબંધીઓ પાસેથી અને પત્નીના દાગીના વેચી સવા ત્રણ લાખની રોકડ એકઠી કરી હતી. અને ગુરૂના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા શખ્સને આ રકમ આપી હતી. ત્યારબાદ આ શખ્સે ન તો કોઇ દવા મોકલી કે ન તો વિધી કરી અને તેના ફોન બંધ થઇ ગયા હતા.

Amreli: જાફરાબાદના કડીયાળી ગામે ડાયાબીટીસ મટાડવાની વિધિના નામે તાંત્રિકે 3.30 લાખ પડાવી લીધા
Symbolic image

Follow us on

લોકોમાં એજ્યુકેશનનું સ્તર વધી રહ્યું છે છતાં અંધશ્રદ્ધા ઓછી થતી નથી. આવો જ એક કિસ્સો અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદના એક ગામમાં બન્યો છે. જાફરાબાદ (Jafrabad)  તાલુકાના કડીયાળી ગામના યુવકના પુત્રને ડાયાબીટીસ (diabetes) ની બિમારી હોય સાધુ વેશે આવેલા શખ્સે અન્ય બે શખ્સોની સાથે મળી ડાયાબીટીસની દવા બનાવી આપવા અને વિધી કરી આપવાના બહાને રૂપિયા 3.30 લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. છેતરપીંડીની આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકી નામના ખેડૂત (Farmer) સાથે બની હતી.

ગોપાલદાસબાપુ નામના ઠગ સાધુ અને બે અજાણ્યા શખ્સો દ્વારા આ છેતરપીંડી આચરવામા આવી હતી. ગભરૂભાઇને સંતાનમા 19 વર્ષનો ભાવેશ નામનો પુત્ર છે જે ડાયાબીટીસની બિમારીથી પીડાઇ રહ્યો છે. ગત તારીખ 24-2ના રોજ પોતાના પરિવાર સાથે ઘરે હતા ત્યારે સાધુના વેશમાં ગોપાલદાસ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને દાન દક્ષિણા લીધી હતી.

ગભરૂભાઇએ પોતાના પુત્રની બિમારી વિશે વાત કરતા તેણે આબુમાં રહેતા પોતાના ગુરૂ દવા બનાવી આપશે તેવી ખાતરી આપી હતી. અને ગભરૂભાઇ સાથે મોબાઇલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ એકાદ માસ પછી તેમના મોબાઇલમા આ ગોપાલદાસના ગુરૂનો ફોન આવ્યો હતો અને બધા દુખ દુર થઇ જશે તેમ કહી વિધી કરવા માટે રૂપિયા 5100નો ખર્ચ જણાવ્યો હતો. અને ચોટીલા બોલાવી રાત્રીના સમયે અંધકારમા ધાર્મિક વિધી કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

​​​​​​​​​​​​​​ત્યારબાદ બીજા દિવસે ફરી તેમને મોબાઇલ કોલ કરી રૂપિયા 5.25 લાખ ધુપ વિધી માટે મંગાવ્યા હતા. ગભરૂભાઇએ સગાસંબંધીઓ પાસેથી અને પત્નીના દાગીના વેચી સવા ત્રણ લાખની રોકડ એકઠી કરી હતી. અને ગુરૂના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા શખ્સને આ રકમ આપી હતી. ત્યારબાદ આ શખ્સે ન તો કોઇ દવા મોકલી કે ન તો વિધી કરી અને તેના ફોન બંધ થઇ ગયા હતા. જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા આખરે તેમણે જાફરાબાદ શહેર પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ 18 એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા, ભાવનગરમાંથી 4948 વિદ્યાર્થી નોંધાયા

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણમાં સગીરા સાથે બ્રેકઅપ બાદ યુવકે તેના ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધા, ઠપકો આપવા જતાં ધીંગાણુ, 6ની ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article