અમરેલી: એસપી હિમકર સિંહ અને સ્થાનિક કંપનીના સહયોગથી શિયાળ બેટના લોકોને 600થી વધુ લાઈફ જેકેટનું કરાયુ વિતરણ- જુઓ વીડિયો

|

Nov 06, 2023 | 10:21 PM

અમરેલી જિલ્લામાં દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળ બેટ ગામના લોકોની સુરક્ષા વધારવા માટે બોટ માલિકોને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા એસપી હિમકરસિંહ અને સ્થાનિક અલ્ટ્રાટ્રેક કંપનીના સહયોગથી જેકેટ વિતરણ માટે પોલીસ બેન્ડ વાજતે ગાજતે શિયાળ બેટ પહોંચી. ગ્રામજનોએ પણ તેમને સામૈયુ કરી વધામણા કર્યા.

અમરેલી: મધ દરિયે આવેલા શિયાળબેટ ગામમાં જવા માટેનો કોઈ જમીન માર્ગ નથી. દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં જવા માટે બોટ એકમાત્ર માધ્યમ છે. જાફરાબાદ તાલુકામાં આવેલા દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં 10,000 થી વધુની વસ્તી છે. જેમા મોટાભાગના લોકો માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. વર્ષોથી લોકો અહીં વસવાટ કરી રહ્યા છે. અવર જવર કરવા માટે કોઈ જમીન માર્ગ નહિ હોવાને કારણે રોજિંદા લોકો બોટ મારફતે અવર જવર કરતા હોય છે.

અમરેલી જિલ્લા SP હિમકરસિંહ અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા શિયાળ બેટ ગામના લોકો બોટમાં સતત અવર જવર કરતા હોવાને કારણે ચિંતા વ્યક્ત કરી. તેમની સુરક્ષા વધારવા માટે સેફટી જરૂરી હોવાને કારણે પીપાવાવ પોર્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સાથે પોલીસે બેઠક યોજી.

શિયાળ બેટ ગામમાં અવર જવર કરતી તમામ બોટમાં લાઈફ બોયા જેકેટ આપવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી. સ્થાનિક કંપનીના સહયોગથી આજે અમરેલી એસપી, પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ઓફિસરો સાથે મધ દરિયામાં આવેલ શિયાળ બેટ ગામમાં લાઈફ બોયા જેકેટનું વિતરણ કર્યુ.

આજનું રાશિફળ તારીખ : 23-03-2025
IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?

આ સમયે શણગારેલી બોટમાં પોલીસ બેન્ડ સાથે શિયાળ બેટ ગામમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. જેમનુ શિયાળબેટના વાસીઓએ એસપી સહિત અધિકારીઓનુ જેટી ઉપર સામૈયુ કરી આવકાર્યા હતા.

31 બોટ માલિકોને 600 જેટલા લાઈફ બોટનું કરાયુ વિતરણ

એસપી હિમકર સિંહના જણાવ્યા મુજબ દર મહિને અહીં કોસ્ટલ સિક્યોરિટીની બેઠક મળે છે. આ મિટીંગમાં કોસ્ટલ સિક્યોરિટીની સાથોસાથ કાંઠા વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે. એમની સલામતી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. જેમા શિયાળબેટ ગામના લોકો એ પીપાવાવ જેટીથી શિયાળબેટ સુધી બોટમાં યાત્રા કરે છે. ત્યાં કોઈ લેન્ડ બ્રિજ નથી.

બોટની મુસાફરી દરમિયાન અનેકવાર બોટ પલટી જવાને કારણે દુર્ઘટના સર્જાય છે. બોટમાલિકો પાસે કોઈ લાઈફ જેકેટ નથી. આ બોટ ચલાવનારાઓને લાઈફ જેકેટ અને રિંગ બોયા આપવાનું નક્કી કરાયુ. આથી અકસ્માતે બોટ પલટી જાય તો લોકો સુરક્ષિત રહે તે હેતુથી અને અલ્ટ્રાટેકના સહયોગથી 600થી વધુ લાઈફ જેકેટ અને રિંગ બોયા આપવાનુ નક્કી કર્યુ.

આ પણ વાંચો: ગીર સોમનાથ: કોડિનારમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને નીરસ પ્રતિસાદ, પ્રથમ દિવસે આવ્યા માત્ર 10 ખેડૂત- જુઓ વીડિયો

આ લાઈફ જેકેટ વિતરણ કાર્યક્રમ શિયાળબેટ ખાતે યોજાયો હતો. જેમા 31 જેટલા બોટ માલિકોને લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે જેમા તેમને ખાસ તાકીદ કરાઈ છે તેમની બોટમાં બેસતા લોકોને લાઈફ જેકેટ પહેરાવીને જ બેસાડવામાં આવે તેમજ ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં ન આવે.

Input Credit- Jaydev Kathi- Rajula

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો