Amreli: બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજો રહેશે બંધ, નીચાણવાળા ગામડાઓને એલર્ટ

|

Jul 13, 2022 | 6:23 PM

અમરેલીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર (Flood) આવ્યા છે. દરમિયાન14- 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી (Amreli)અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપી છે. 

Amreli: બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજો રહેશે બંધ, નીચાણવાળા ગામડાઓને એલર્ટ
Amreli: Schools and colleges to remain closed due to two days of heavy rains forecast

Follow us on

ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ  (Rain) રહેવાની હવામાન વિભાગે આગાહી (forecast) આપી છે. લો પ્રેશર  સર્જાયું હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.  તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન અમરેલીમાં આજે પણ  ભારે વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા  છે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ પડતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

 બગસરામાં તણાઈ ભેંસો

અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને વહેલી સવારથી બગસરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો. લુઘીયા, સાપર ભાડેર, મોણવેલ અને ચુડાવડ ગામમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો લુઘીયા અને ચુડાવડની સાતલડી નદી બે કાંઠે વહી રહી છે. જેમાં અમરેલીના બગસારમાં  લુંઘીયા ગામે  નદીમાં આવેલા પૂરમાં ભેંસો તણાઈ  ગઈ  હતી. તેનો વીડિયો સામે આવ્યો હતો.

શેત્રુંજી નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામડાઓ એલર્ટ પર

ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધારીના સરસિયા, જીરા, દેવડા, ખીચા, દલખાણીયા, ગોવિંદપુર, કુબડા, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો અને ધારી સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ ગાંડીીતૂર બની હતી.  ધારીના  મીઠાપુર ગામની શેત્રુંજી નદીમાં પૂર વધતા તેમજ  પાણીની ભારે આવક થતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દલખાણીયા, ગોવિંદપુર, કુબડા સહિતના ગીર કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

 

Published On - 6:05 pm, Wed, 13 July 22

Next Article