Amreli : સાવરકુંડલા પંથકના ગામોમાં વરસાદી માહોલ, લોકોએ ગરમીથી રાહત અનુભવી

|

Jul 12, 2021 | 3:17 PM

અમરેલી પંથકના સાવરકુંડલાના વંડા, પીઠવડી, ભેકરા,ગણેશગઢ, ઝીંઝુડા સહિતના ગામોમાં પડી રહ્યો છે. જેના લીધે લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો છે.

અમરેલી(Amreli ) ના સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં સાવરકુંડલા(Savarkundla) અને તેની આસપાસના પંથકમાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં સાવરકુંડલાના વંડા, પીઠવડી, ભેકરા,ગણેશગઢ, ઝીંઝુડા સહિતના ગામોમાં પડી રહ્યો છે. આ ઉપરાંત ચલાલા શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત અમરેલીના ધારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત બગસરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં બગસરાના ગોંડલીયા ચોક વિજયચોક તેમજ હોસ્પિટલ ચોકમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે .

આ પણ વાંચો : Jagannath Puri Rath Yatra 2021 : પુરીમાં પણ નીકળી જગન્નાથજીની રથયાત્રા, જુઓ ફોટોઝ

આ પણ વાંચો : જમ્મુમાં હથિયાર સાથે પકડાયેલા ટ્રક ડ્રાઈવરનો મોટો ખુલાસો: કહ્યું આવી રીતે ડ્રોનથી ભારતમાં લવાયા હથિયાર

Published On - 3:09 pm, Mon, 12 July 21

Next Video