Amreli: અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં કલેકટર અજય દહીયાએ કહ્યું રોડ સેફ્ટીને લગતી કામગીરી માટે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ એન્જિનિયરીંગ, એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટ (3E)ના સિદ્ધાંતો પર રોડ સેફ્ટીને લગતી કામગીરી કરવામાં આવે અમરેલી જિલ્લામા જે ક્ષેત્રોમાં વધારે અકસ્માત થઈ રહ્યા છે તેનો એક અભ્યાસ એ.આર.ટી.ઓ અને 108 સંયુક્ત રીતે કરે અને તેના આધારે એન્જિનિયરીંગ,એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટની જરૂરિયાત મુજબ કામગીરી કરવામાં આવે
બેઠકમાં એ.આર.ટી.ઓ અધિકારી પઢિયાર દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2023માં છેલ્લા બે વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતમાં સપ્ટેમ્બર માસની સ્થિતિએ અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનું જણાવ્યું હતું. અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના વાહનચાલકોની સલામતી માટે માર્ગોના મરામત કાર્યો સત્વરે કરવામાં આવે તેવું સૂચન પણ કર્યુ હતું.
આ પણ વાંચો: Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ
આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરીની પ્રગતિ, સાઇનેજ, સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, કાઉન્સિલના સભ્યો, એ.આર.ટી.ઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો