Amreli: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

|

Aug 04, 2022 | 3:47 PM

અમરેલીમાં બે દિવસથી શ્રાવણના સરવરિયાં વરસી રહ્યાં છે આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari) માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

Amreli: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Amreli: Rainfall in rural areas

Follow us on

હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી હળવા વરસાદની (Rain Forecast) આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી વચ્ચે અમરેલીમાં બે દિવસથી શ્રાવણના સરવરિયાં વરસી રહ્યાં છે આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari) માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા , વડિયા (Vadiya), કુંકાવાવ પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા,છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

કુંકાવાવમાં પણ બફારા બાદ વરસાદ

આજે કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમરેલીમાં સતત વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો. જોકે ઉઘાડ બાદ લોકો ભેજ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ફરી પાછા નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી હતી અને કુંકાવાવની શેરીઓમાં વરસાદી પાણી વહી ઉઠ્યા હતા. તો બે દિવસ અગાઉ પણ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાસ તો રાજુલાના ડુંગર, સાજવણવાવ, ડુંગર પરડા, રાભડા સહિતના ગામડાઓમાં બફારા બાદ વરસાદ થતા લોકોએ ઠંડકનો અનુભવ થયો હતો.

ગત રોજ વડિયામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ

ગત રોજ વડિયા પંથકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડિયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

હવામાન વિભાગની આગાહી બાદ અમરેલીના લાઠી, ધારી, રાજુલા વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ અમરેલીના લાઠી, ધારી, રાજુલા વિસ્તારમાં વરસાદ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે કે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત એક થી બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે. તો લાંબા ગાળાના વિરામ બાદ સુરત શહેરમાં પણ ફરીથી વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

 

મહેસાણામાં વરસાદથી હાઇવે પર ભરાયા પાણી

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેસાણા પંથકમાં પધરામણી કરી છે. જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો વરસાદને પગલે મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. મહેસાણા ઉપરાંત ઉંઝા,વડનગર, કડી, બેચરાજી તમામ જિલ્લામાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હતા.

Next Article