Amreli: લીલીયામાં સાંબેલાધાર વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

|

Aug 19, 2021 | 11:39 PM

જ્યારે ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે સાથે જ લીલીયાની નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે

અમરેલી(Amreli) ના લીલીયામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. લીલીયા તાલુકામાં માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ભારે વરસાદ(Heavy Rain) ને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે સાથે જ લીલીયાની નાવલી નદી(Navli River) માં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડી અને ધરાળા પંથકમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ધોડાપૂરની સ્થતિ સર્જાઇ.જેના પગલે નદી કાંઠાના ખેતરોમાં મોટાપાયે જમીનના ધોવાણની ભિતી છે.

જોકે ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.સાથે જ પાણીના અભાવે સુકાઇ રહેલા પાકને જીવનદાન મળ્યું છે.

જયારે હવામાનની આગાહી વચ્ચે રાજ્યમાં અને જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી હતી.અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ બોટાદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની રિએન્ટ્રી થઈ છે. આ તરફ વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી હતી.

દાહોદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં મેઘરાજાની સવારી પહોંચી હતી. અહીં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર, ઉચ્છલ, ડોલવણ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : Bhavnagar: બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યામાં આરોપી યુવતી સહિત બે શખ્સોની કરી ધરપકડ

આ પણ વાંચો :  ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

 

Published On - 11:37 pm, Thu, 19 August 21

Next Video