અમરેલી: પરિવારવાદ મુદ્દે હંમેશા કોંગ્રેસને ઘેરતી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ખુદ પરિવારવાદને પોષી રહ્યા છે. આની સાબિતી આપતો ઓડિયો પણ સામે આવ્યો છે. જેમા અમરેલીના સાંસદ પોતાની રાજકીય વગના જોરે સાવરકુંડલા ઉપપ્રમુખને ધમકાવતા જોઈ શકાય છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીએ રસ્તાના કામો યોગ્ય રીતે ન થતા હોવાની ફરિયાદ કરી હતી. ઉપપ્રમુખે ફરિયાદ કરી તે કન્સ્ટ્રક્શન કંપની સાંસદ નારણ કાછડિયાના જમાઈની છે.
બસ પછી તો માનનીયનો પારો છટક્યો અને લગાવી દીધો ઉપપ્રમુખને ફોન અને બતાવી દીધો પોતાનો સાંસદ તરીકેનો પાવર.. આટલેથી ન અટક્તા વાતચીત દરમિયાન અહીં લખી પણ ન શકાય એવા અપશબ્દો પણ માનનીય સાંસદે ઉપપ્રમુખને સંભળાવી દીધા. સાંસદ નારણ કાછડિયા અને ઉપપ્રમુખની વાતચીતની આ ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ છે. જેમા માનનીય ફરિયાદ કરનાર પાલિકાના ઉપપ્રમુખની એકપણ વાત સાંભળ્યા વિના તેમને ધમકાવી રહ્યા છે જેમા સાંસદ વાત વાતમાં પૂર્વ પ્રમુખનો ઉલ્લેખ કરીને એવુ પણ કહી દે છે કે ડીકે તો મરી ગયો છે, પણ તારુ રાજકારણ હજુ લાંબુ છે. વધુમાં સાંસદ કહે છે કે કથા કન્સ્ટ્રક્શન મારા જમાઈનું છે એમા હું જરાય ઓછો નહીં ઉતરુ. ત્યારબાદ ઉપપ્રમુખને સાંભળ્યા વિના જ ફોન પણ પટકી દે છે.
વર્ષોથી સાવરકુંડલાના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. નગરપાલિકાની બોડી ભાજપની હોય કે કોંગ્રેસની શહેરના રસ્તાઓની સુરત ક્યારેય બદલાતી નથી. અહીં મેઈન બજારના રોડ પર પણ 2-2 ફુટના ખાડા જોવા મળે છે. અનેક રજૂઆતો અને ફરિયાદો છતા રસ્તાઓની સ્થિતિ સુધરતી નથી. ત્યારે માત્ર દોઢ મહિના પહેલા જ ઉપપ્રમુખ પદનો ચાર્જ લેનારા પ્રતિક નાકરાણીએ જ્યારે રસ્તા બાબતેની ફાઈલોની તપાસ કરાવતા આ વાત સાંસદ સુધી પહોંચી ગઈ અને સાંસદે ખુલ્લંખુલ્લા જણાવી દીધુ કે જે કન્સ્ટ્રક્શન કંપની સામે તપાસની તમે વાત કરી રહ્યા છો તે કથા કન્સ્ટ્રક્શન કંપની મારા જમાઈની છે.
આ પણ વાંચો: Bhavnagar : ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયો કિલો વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી- Video
માનનીય સાંસદના જમાઈની કંપની હોય તો તે ગમે તેવા કામો કરે કે સાવ કામ જ ન કરે તો પણ તેની સામે હરફ સુદ્ધા નહીં ઉચ્ચારવાનો નહીં તો સાંસદની પહોંચ બહુ ઉપર સુધી છે અને તેને જે કરવુ પડશે તે સાંસદ કરશે તેવી ખુલ્લંખુલ્લા ધમકી પણ અહીં ઉપપ્રમુખને આપી રહ્યા છે. ત્યારે અહીં એ સવાલો ચોક્કસ થાય કે …
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:42 pm, Sat, 28 October 23