Amreli: ધારાસભ્ય કૌશિક વેકરીયાએ તહેવારોને ધ્યાને રાખી વિવિધ વિભાગો સાથે યોજી મેરેથોન બેઠક

|

Oct 18, 2023 | 7:57 PM

Amreli: અમરેલી વડિયા કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનાસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયાએ કર્તવ્યમ કાર્યાલય ખાતે સરકારના વિવિધ વિભાગો સાથે એક મેરેથોન બેઠક યોજી અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. માર્ગ મકાન વિભાગ સ્ટેટ, પંચાયત, અમરેલી નગરપાલિકા, શિક્ષણ વિભાગ અને અન્ય સંક્લિન વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં વિકાસકામોનો વિગતવારે રિવ્યુ કરવામાં આવ્યો છે.

Amreli: ધારાસભ્ય કૌશિક વેકરીયાએ તહેવારોને ધ્યાને રાખી વિવિધ વિભાગો સાથે યોજી મેરેથોન બેઠક

Follow us on

Amreli: અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ તહેવારોને ધ્યાને રાખી વિવિધ વિભાગો સાથે મેરેથોન બેઠક યોજી હતી. ધારાસભ્યએ કર્તવ્યમ કાર્યાલય ખાતે સરકારના વિવિધ વિભાગો સાથે એક બાદ એક મેરેથોન બેઠક યોજી અને વિકાસ કાર્યોને વેગ આપવા સ્પષ્ટ સૂચના આપી. માર્ગ મકાન વિભાગ સ્ટેટ, પંચાયત, અમરેલી નગરપાલિકા, શિક્ષણ વિભાગ અને અન્ય સંક્લિન વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં વિકાસકામોનો વિગતવારે રિવ્યુ કરવામાં આવ્યો છે.ખાસ કરીને દિવાળીને તહેવારો માથે હોવાથી શહેરને સ્વચ્છ બનાવવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે.

રોડ ક્લિયનરન્સ, ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અને તહેવારોમાં રોશની કરવા સૂચના

નગરપાલિકાના અધિકારીઓને નાયબ દંડકે રોડ ક્લિયનરન્સ, ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અને તહેવારોમાં રોશની કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત કચરો યોગ્ય સ્થળે ન ફેંકે તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને સર્કલના સમારકામ સાથે રોશની કરી અને તહેવારોમાં અમરેલી નગરને શુશોભિત કરવાનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે નગરપાલિકાના દૂષિત પાણીનો પ્રશ્ન, સાફ સફાઈ બાબતે મુખ્ય માર્ગો તેમજ આંતરિક શેરીઓમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શનની વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.નગરની તમામ 11000 સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા અને રીપેરીંગ પૂર્ણ કરવા માટે ત્વરીત ગતિએ કામ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આંતરિક રસ્તાઓ તેમજ અન્ય માર્ગોની તહેવારો પહેલા રીપેરીંગની કામગીરી શરૂ કરી અને પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈના કામોને વેગ આપવા તાકીદ

અમરેલી રીંગ રોડના જમીન સંપાદનને લગતા કાર્યો અંગે સમીક્ષા કરી અને બાકી રહેતા કામને સત્વરે પૂર્ણ કરવા માટે ઝડપી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી વિધાનસભામાં સ્વચ્છતાના કાર્યોને વેગ આપવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત માર્ગ મકાન વિભાગ પંચાયત અને સ્ટેટના તમામ કોન્ટ્રાક્ટરોને પણ આ બેઠકમાં હાજર રાખી અમરેલી-વડિયા-કુંકાવાવના માર્ગોને મોટરેબલ સ્થિતિમાં રાખવા માટે નાયબ દંડક કૌશિક વેકરીયાએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ અંગે સહેજ પણ કચાશ રાખવામાં ન આવે અને નાગરિકોને કોઈ હાલાકી ન પડે તેવા કામો કરવા માટે તાકીદ કરાઈ છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અમરેલી-લીલીયા ફોરલેન પ્રોજેક્ટની ખાસ સમીક્ષા કરાઈ

કૌશીક વેકરીયાએ સ્પષ્ટપણે જણાવ્યું આ વિષયમાં નબળા કામો ચલાવી લેવામાં નહીં આવે. ગુણવત્તાયુક્ત કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાના રહેશે. એસ.ટી. વિભાગ સાથે યોજાયેલી બેઠકમાં અમરેલી બસ સ્ટેશનના પ્રગતિતળેના કામને સત્વરે પૂર્ણ કરી અને નવો બસ ડેપો લોકાર્પણ થાય તે દિશામાં કામ કરવાની સૂચના આપવામાં આવી છે અમરેલી-કુંકાવાવ તાલુકામાં ટીડીઓ સાથેની બેઠકમાં સી.સી.ટી.વીના કામ અને જાહેર સલામતીના કાર્યો સત્વરે કરવા માટે ક્યાં કેટલું કામ થયું છે તેની સમીક્ષા કરવામાં આવી છે.

સર્વ શિક્ષા અભિયાન હેઠળ મંજૂર થયેલા નવા ઓરડા અને તેના કેટલા કામ પૂર્ણ થયા અને બાકી કામો ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેની વિગતો લઈ નાયબ દંડક કૌશિક વેકરીયાએ શિક્ષણ વિભાગને તાકીદે કામ પૂર્ણ કરવા સૂચના આપી અમરેલી માટે અતિ મહત્વાકાંક્ષી અમરેલી-લીલીયા ફોરલેન પ્રોજેક્ટની ખાસ સમીક્ષા કરવામાં આવી છે. જમીન સંપાદન, ગેસલાઈન અને પોલ શિફ્ટીંગની કામગીરીની સમીક્ષા કરી આ કાર્યને ઝડપથી પરિણામ સુધી લઈ જવા જણાવ્યું નાયબ દંડકના મતવિસ્તારોમાં આવતા તમામ ગામમાં અને અમરેલી-કુંકાવાવ-વડિયાના અન્ય પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે કૌશિક વેકરીયા વિવિધ વિભાગોને તાકીદે કામગીરી કરવા માટે સૂચના-માર્ગદર્શન અને આદેશ આપ્યા છે.
Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:46 pm, Mon, 16 October 23

Next Article