અમરેલી: બગસરા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો હોબાળો

|

Apr 27, 2022 | 8:55 PM

મહિલા વિભાગમાં રાકેશ પ્રસાદ મંદિર પ્રવેશ કરે તેવી વાત વકરી હતી. જેમાં મંદિરના દરવાજા બંધ કર્યા, સામસામે બંને પક્ષોના હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

અમરેલીના (Amreli) બગસરામાં (Bagasara) આવેલા સ્વામિનારાયણ મંદિરમાં (swami narayan TEMPLE) અચાનક બપોરે હરિભક્તોએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે બગસરા પી.આઈ. સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. રાકેશ પ્રસાદ આચાર્ય આરતી ઉતારવા આવે તે પહેલા હોબાળો થયો હતો. આરતી આચાર્ય મહારાજ ઉતારવાનો આગ્રહ રાખતા આ વિવાદ સર્જાયો હતો. હરિભક્તોએ મહિલા વિભાગમાં આરતી ઉતારવાનો આગ્રહ રાખ્યો હતો. અગાઉ અહીં કોઈ મહારાજને મંદિર નહીં આવવાની સમજૂતી થઈ હતી. મહિલા વિભાગમાં રાકેશ પ્રસાદ મંદિર પ્રવેશ કરે તેવી વાત વકરી હતી. જેમાં મંદિરના દરવાજા બંધ કર્યા, સામસામે બંને પક્ષોના હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.અહીં મોટી સંખ્યામાં સતસંગી મહિલાઓના 2 પક્ષના સામ સામે આવી ગયા હતા. મંદિર પરિસદમાં ધક્કામૂકી કલાકો સુધી ચાલી હતી. જોકે, પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

અહીં મંદિર બનાવ્યું ત્યારે 2 પક્ષો વચ્ચે સમજૂતી કરાઇ હતી. અહીં મહિલા વિભાગ છે ત્યાં કોઈ આચાર્ય અથવા બંને પક્ષોએ પ્રવેશ કરવો નહીં. આ પ્રકારની સમજૂતી થઈ હતી જે તે સમયે ત્યારે આજે સપ્તાહ ચાલી રહી છે. ત્યાં રાકેશ પ્રસાદ આચાર્ય આવતા કેટલાક હરિભક્તો દ્વારા આરતી ઉતારવાને લઈ વિવાદ થયો હતો. મંદિર પરિસદમાં ધક્કામૂકી કલાકો સુધી ચાલી હતી. જોકે, પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :Virat Kohli: વિરાટ કોહલી માટે હવે રવિ શાસ્ત્રીએ જ આપી ગજબની સલાહ, કહ્યુ- IPL છોડી ક્રિકેટ થી દૂર થઇ જા!

આ પણ વાંચો :ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી

Next Video