Amreli : વૃદ્ધ તથા જરૂરિયાતમંદો માટે બનશે નિ:શુલ્ક આશ્રયસ્થાન, મોરારીબાપુની ઉપસ્થિતિમાં તપોવન આશ્રમના નિર્માણ માટે કરવામાં આવ્યું શીલા પૂજન

|

Jan 01, 2023 | 1:58 PM

આ આશ્રમમાં 500 જેટલા વૃદ્ધ લોકો ને રાખવામાં આવશે આશ્રમ અદ્યતન સુવિધાઓથી બનાવવામાં આવશે. આશ્રમમાં વૃદ્ધ લોકોને નિશુલ્ક રાખવામાં આવશે સમગ્ર અમરેલી જિલ્લામાં સારહી ગ્રુપ દ્વારા આ પ્રથમ તપોવન આશ્રમ છે કે જ્યાં વૃદ્ધ લોકો ને અદ્યતન સેવાઓ આપીને રાખવામાં આવશે.

Amreli : વૃદ્ધ તથા જરૂરિયાતમંદો માટે બનશે નિ:શુલ્ક આશ્રયસ્થાન, મોરારીબાપુની ઉપસ્થિતિમાં તપોવન આશ્રમના નિર્માણ માટે કરવામાં આવ્યું શીલા પૂજન
Amreli shilanyas

Follow us on

અમરેલીના ધારી રોડ ગાવડકા ચોકડી પાસે મોરારી બાપુના હસ્તે  તપોવન આશ્રમની શીલા પૂજન વિધી કરવામાં આવી હતી.  શિલાન્યાસ વિધી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાથી માંડીને દિલીપ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તપોવન આશ્રમના નિર્ણાણ બાદ તેમાં 500 જેટલા વૃદ્ધો અને જરૂરિયાતમંદોને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે, શીલા પૂજન બાદ 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 501 લોકો યજ્ઞમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, ગુજકોમસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડીયા તેમજ વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુ દ્વારા ગાય માટેની આઈવીએફ મોબાઈલ લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

વૃદ્ધો અને જરૂરિયતામંદને મળશે સુવિધા

આ આશ્રમમાં 500 જેટલા વૃદ્ધ લોકો ને રાખવામાં આવશે આશ્રમ અદ્યતન સુવિધાઓથી બનાવવામાં આવશે. આશ્રમમાં વૃદ્ધ લોકોને નિશુલ્ક રાખવામાં આવશે સમગ્ર અમરેલી જિલ્લામાં સારહી ગ્રુપ દ્વારા આ પ્રથમ તપોવન આશ્રમ છે કે જ્યાં વૃદ્ધ લોકો ને અદ્યતન સેવાઓ આપીને રાખવામાં આવશે. સાથે જ  મોરારીબાપુ દ્વારા આઈવીએફ મોબાઈલ લેબ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમ સ્ત્રીઓ માટે આઇવીએફ એટલેકે ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે તેવી જ રીતે ગાય માટે પણ ટેસ્ટ ટ્યુબ બેબી માટે કામ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગીર ગાયની સારી પ્રજાતિ માટે ટેસ્ટ ટ્યૂબ બેબી લેબનું નિર્માણ

અમરેલી જિલ્લામાં અમર ડેરી ખાતે પહેલી વખત આ પ્રયોગ ભારતની અંદર ડેરી કો ઓપરેટિવથી શરૂ કરવામાં આવશે. હવેથી અમરેલી જિલ્લામાં પશુપાલકોના ઘરે જઈને ટેસ્ટટ્યુબ બેબીનો પ્રયોગ કરવામાં આવશે. મિલ્ક યુનિયનનો ભારતમાં આ પ્રથમ પ્રયોગ છે. સામાન્ય રીતે એક ગાય વર્ષમાં એક જ વાછરડાને જન્મ આપે છે,  પરંતુ આ પ્રયોગથી આવનારા દિવસોમાં એક ગાય અંદાજિત 20 થી 25 જેટલા વાછરડાઓને જન્મ આપશે.  આનાથી હવે  આગામી દિવસોમાં અમરેલી માંથી જ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા સારી જાતની ગીરગાય પેદા થઈ શકશે.

વિથ ઇનપુટ ક્રેડિટ: રાહુલ બગડા  ટીવી9 અમરેલી

Next Article