Amreli: હાલરિયા ગામે 5 વર્ષની બાળકીને ફાડી ખાધા બાદ વનવિભાગે 2 સિંહણને પાંજરે પુરી

|

Sep 09, 2023 | 9:25 PM

Amreli: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરીયા ગામ નજીક પ્લોટ વિસ્તારમાં મજૂર પરિવારની 5 વર્ષની બાળકી સૂતી હતી ત્યારે અચાનક સિંહણ આવી બાળકીને ઉઠાવી ગઈ હતી અને બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના બાદ વનવિભાગ હરકતમાં આવ્યુ છે અને તકેદારીના ભાગરૂપે બે સિંહણને પાંજરે પુરવામાં આવી છે.

Amreli: અમરેલી જિલ્લામાં સિંહો દીપડાની સંખ્યા અને વસવાટ વધી રહ્યો છે.  જેના કારણે માનવી ઉપર હુમલા અને ફાડી ખાવાની ઘટનાઓ પણ દિનપ્રતિદિન રીતે સતત સામે આવી રહી છે. ગઈ કાલે સવારે બગસરના હાલરીયા ગામ પ્લોટ વિસ્તારમાં મજૂર પરિવારની 5 વર્ષની બાળકી સૂતી હતી અને સિંહણ આવી ચડતા ઉઠાવી શિકાર માટે ભાગી હતી. જોકે વનવિભાગ અને સ્થાનિક લોકોએ આખી રાત શોધખોળ હાથ ધરી હતી.  ગઈકાલે (08.09.2023) વહેલી સવારે બાળકીના માત્ર 2 પગ અવશેષો મળ્યા હતા.  જેના કારણે પરિવારજનોમાં પણ શોકનો માહોલ હતો અને સ્થાનિક લોકોએ સિંહણને પકડવા માટેની માંગ કરી હતી.

વનવિભાગે 2 સિંહણને પાંજરે પુરી

ઘટનાની ગંભીરતા સમજી અમરેલી ડીવીઝન ઇન્ચાર્જ IFS સાદીક મુંજવારએ તાત્કાલિક પાંજરે પુરવા સૂચના આપવામાં આવી હતી કુંકાવાવ આર.એફ.ઓ.દિપક પટેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી 35 જેટલા કર્મચારીઓ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા હતા અને 24 કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું વનવિભાગના કર્મચારીઓ સિમ વિસ્તાર અને શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં સતત દોડધામ કરી 2 સિંહણને પકડવા માટે મોટી સફળતા મળી છે

મોડી રાતે વનવિભાગનું સફળ ઓપરેશન પાર પડ્યું

સિંહણ એ બાળકીને ફાડી ખાધા બનાવ બન્યો તે જ વિસ્તારમાં 35 જેટલા વનકર્મીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે આ વિસ્તારમાં 2 સિંહણ જોવા મળી હતી. વનવિભાગે તકેદારીના ભાગ રૂપે બંને સિંહણને પાંજરે પુરી દીધી છે. હવે બને સિંહણને જૂનાગઢ ચક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં એનિમલ ડૉક્ટરો તેમનું પરીક્ષણ કરશે અને પછી નક્કી થશે કઈ સિંહણ માનવ ભક્ષી છે. જે સિંહણ માનવ ભક્ષી હશે તેને કેદ રાખવામાં આવશે અન્ય નિર્દોષ સિંહણ હશે તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકાર હવે લાવી રહી છે સ્ટેટ ઓપન સ્કૂલિંગ વ્યવસ્થા, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીને મળશે લાભ

મૃતક પરિવારને 5 લાખની સહાય વનવિભાગ આપશે

tv9 ડિજિટલ દ્વારા અમરેલી ઇન્ચાર્જ IFS સાદીક મુંજવાર સાથે વાત કરતા કહ્યું આ ઘટના ખૂબ દુઃખદ બની છે. વનવિભાગે અલગ અલગ ટીમો બનાવી હતી તે વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે 2 સિંહણ પાંજરે પુરી છે. હાલ જુનાગઢ સક્કરબાગ ખાતે ખસેડાઈ છે. જેમાં એક સિંહણ શંકાસ્પદ લગતા તકેદારીના ભાગરૂપે પાંજરે પુરી દેવાઈ છે. તેમને ઓબ્જર્વેશન ઉપર રાખશે માનવ ભક્ષી છે કે કેમ તે નક્કી થશે. આજે મૃતકના પરિવારજનોને અમારી ટીમ રૂબરૂ મળી 5 લાખની રાજય સરકારની સહાય પણ આપશે. પરિવારને મળીને ચેક આપશે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:23 pm, Sat, 9 September 23

Next Article