AMRELI : વડીયામાં ખેતી સાથે પીવાના પાણીની પણ અછત, ખેડૂતોમાં ચિંતા
Amreli farmers worried over delayed monsoon vadiya

AMRELI : વડીયામાં ખેતી સાથે પીવાના પાણીની પણ અછત, ખેડૂતોમાં ચિંતા

| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:36 AM

ખેડૂતોનો પાક પણ વરસાદ વગર મુરજાવા લાગ્યો છે. મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર ખેડૂતો કર્યું છે જો વરસાદ નહીં આવે તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

AMRELI : ચોમાસાની શરૂઆતમાં અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ખેતીની મદદરૂપ થાય તેવો વરસાદ થયો નથી જેના કારણે ખેડૂતો ચિંતિત છે. બીજી તરફ વડીયા પાસે આવેલા ડેમમાં પણ પાણી ખુટવા લાગ્યું છે. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણીના તળ નીચા ગયા છે. બીજી તરફ ખેડૂતોનો પાક પણ વરસાદ વગર મુરજાવા લાગ્યો છે. મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર ખેડૂતો કર્યું છે જો વરસાદ નહીં આવે તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. વડીયાના ખેડૂતો હવે ઈશ્વરને પ્રાથના કરી રહ્યા છે. તેમની એક માત્ર આશા હવે વરસાદ છે.

આ પણ વાંચો : SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

આ પણ વાંચો : AHMEDABAD : સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ , ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ-6 થી 8માં ભણાવી શકે નહીં