Amreli : પીપાવાવ પોર્ટ પર DRIએ ડ્રગ્સની આશંકાને પગલે કન્ટેનર સિઝ કર્યું

|

Apr 27, 2022 | 11:32 PM

અમરેલીના પીપાવાવ પોર્ટ(Pipavav Port)  પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઈ સેમ્પલ લેવામાં આવ્યા છે. DRI દ્વારા સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ હાલમાં કંટલા પોર્ટ બાદ DRIની પીપાવાવ પોર્ટ પર નજર છે.

ગુજરાતના(Gujarat)  પોર્ટ પરથી ડ્રગ્સ(Drugs)  ઝડપાવવાના વધતાં કેસને લઇને કેન્દ્રીય એજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે અમરેલીના પીપાવાવ પોર્ટ(Pipavav Port)  પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઈ સેમ્પલ લેવામાં આવ્યા છે. DRI દ્વારા સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ હાલમાં કંટલા પોર્ટ બાદ DRIની પીપાવાવ પોર્ટ પર નજર છે. જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ATSએ મધદરિયેથી ઝડપેલા 56 કિલો ડ્રગ્સના કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા છે. દિલ્લીમાંથી રાજી હૈદર, ઈમરાન આમીર, અવતારસિંહ અને અબ્લુદ ખાલીક નામના શખ્સ ધરપકડ કરાઈ છે.. અગાઉ આ કેસમાં 9 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે જેમાંથી 8 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ફરી એકવાર ડ઼્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો જખૌના દરિયા કિનારાથી ગુજરાતની એન્ટી ટેરીરીસ્ટ સ્કોડે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો હતો . જેમાં ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Chhota udepur : શિક્ષકો હડતાળ પર ઉતર્યા ,રામધૂન બોલાવી પડતર માગો પૂર્ણ કરવા રજૂઆત કરી

આ પણ વાંચો : Ahmedabad : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલેના પિતાની પુણ્યતિથીમાં હાજરી અંગે આપ્યો આ જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:29 pm, Wed, 27 April 22

Next Video