Chhota udepur : શિક્ષકો હડતાળ પર ઉતર્યા ,રામધૂન બોલાવી પડતર માગો પૂર્ણ કરવા રજૂઆત કરી

છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે.  શિક્ષકો , જાહેર રજાનો પગાર, દિવાળી વેકેશન, લોકડાઉન સહિતનો પગાર જે કપાયો છે તે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે બુધવારે ધરણાંનો ત્રીજો દિવસ હોવા છતાં એક પણ અધિકારી તેમને મળવા આવ્યા નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 10:41 PM

ગુજરાતના છોટાઉદેપુર(Chhota udepur)  જિલ્લામાં શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે.  તેમજ પોતાની પડતર માંગોને લઈને  રામધૂન બોલાવી પડતર માગો પૂર્ણ કરવા માગણી કરી. જેમાં શિક્ષકોની માગ છે કે, તેમના હક્કના પૈસા મળે. તેમનું કહેવું છે કે, 26-8-19 થી 17-8-21 રજાનો પગાર, જાહેર રજાનો પગાર, દિવાળી વેકેશન, લોકડાઉન સહિતનો પગાર જે કપાયો છે તે આપવામાં આવે. જો કે બુધવારે ધરણાંનો ત્રીજો દિવસ હોવા છતાં એક પણ અધિકારી તેમને મળવા આવ્યા નથી.હડતાળ પર બેસેલા શિક્ષકો પણ ખુદ કબુલ કરી રહ્યા છે કે તેમની હડતાળને લઈ બાળકો જે પરીક્ષા આપી રહ્યા છે તેની પરીક્ષાર્થીઓ પર અસર પડી રહી છે.. જોકે શિક્ષકોનું કહેવું છે કે તેમને તેમના વિભાગમાં જાણ કરીને હડતાળ કરી છે.

તેમને ચિંતા એ વાતની છે કે તેઓ આવનારી 30 તારીખે તેમને છૂટા કરી દેવામાં આવશે.તો તેમના પૈસાનું શું.  સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમને તેમના હકના  પૈસા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ  ધોરણ 6 થી 11ની પરીક્ષા ચાલી રહી છે.જેમા 1200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ પણ વાંચો :  ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી

આ પણ વાંચો :  Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">