Amreli: રાજુલા અને વડિયામાં રંગેચંગે નીકળી ભગવાનની શોભાયાત્રા, પરેશ ધાનાણીએ કર્યાં શોભાયાત્રાના વધામણાં

|

Aug 19, 2022 | 9:43 PM

અમરેલીમાં નીકળેલી શોભાયાત્રાના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પુષ્પથી વધામણા કર્યા હતા.  દર વર્ષની જેમ અમરેલી શહેરમાં પણ જન્માષ્ટમી નિમિતે રાજમાર્ગો પર રથયાત્રા પસાર થઈ હતી. અહીં વિવિધ સંસ્થા અને  રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.

Amreli: રાજુલા અને વડિયામાં રંગેચંગે નીકળી ભગવાનની શોભાયાત્રા, પરેશ ધાનાણીએ કર્યાં શોભાયાત્રાના વધામણાં
અમરેલીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં સામેલ થયા પરેશ ધાનાણી

Follow us on

રાજ્યભરમાં જન્માષ્ટમી (Janmashtmi) પર્વની દબદબાભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલીના (Amreli) રાજુલા અને વડિયા પંથકમાં રંગેચંગે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી, અનેક વિસ્તારોમાં દહીં હાંડી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરની તમામ શેરીઓ “જય કનૈયાલાલ કી”ના નાદથી ગૂંજી ઉઠી હતી. જેના સુંદર દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનો સહિત અગ્રણીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શોભાયાત્રા દરમિયાન મહિલાઓએ  વરસતા વરસાદમાં પણ ગરબા કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો  અનોખો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યા શોભાયાત્રાના વધામણા

અમરેલીમાં નીકળેલી શોભાયાત્રાના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પુષ્પથી વધામણા કર્યા હતા.  દર વર્ષની જેમ અમરેલી શહેરમાં પણ જન્માષ્ટમી નિમિતે રાજમાર્ગો પર રથયાત્રા પસાર થઈ હતી. અહીં વિવિધ સંસ્થા અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. રાજુલા શહેરમાં ધારાસભ્ય અંબરીષ ડેર,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય અગ્રણીઓ આ શોભાયાત્રામાં સામેલ થયા હતા. તેમજ દહીહાંડી  કરનારા બાળકો અને યુવાનોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો.સમગ્ર અમરેલી જિલ્લામા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. અહીંના પોલીસ કોમ્યુનિટી હોલના મેદાનમા શ્રીકૃષ્ણ ભગવાનનો આઠ ફુટ ઉંચો ફલોટસ ઉભો કરાયો છે.

વડિયા અને રાજુલામાં જન્માષ્ટમી નિમિત્તે થયું દહીહાંડીનું આયોજન

આજે સમગ્ર દેશ અને રાજ્ય કૃષ્ણભક્તિમાં લીન

સમગ્ર રાજય સહિત સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્મોત્સવનો તહેવાર જન્માષ્ટમી અનેરા ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે  તો રાજ્યના વિવિધ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે.  રાજકોટના ધોરાજીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય રાસ રમતા દેખાયા. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા રાસ રમતા જોવા મળ્યા છે. ધોરાજીમાં બે વર્ષ બાદ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ધારાસભ્ય સાથે બીજા યુવકો પણ રાસ રમતા જોવા મળ્યા હતા.

Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?

ડાકોરમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર આ પ્રકારે તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ડાકોરમાં આવતા ભક્તો આ તુલસીના રોપાઓને પ્રસાદ રુપે લેતા હોય છે. હજારોની સંખ્યામાં આ રોપાઓનું વિતરણ કરવામાં આવતુ હોય છે.

Next Article