Amreli: 9 ગુન્હાના લિસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ મહેસાણા જેલ હવાલે કરાયો, SP અને કલેક્ટર દ્વારા કાર્યવાહી

|

Oct 18, 2023 | 9:14 PM

Amreli: અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને SP હિમકરસિંહે પાસા હેઠળ કાર્યવાહી કરતા 9 ગુન્હાના લિસ્ટેડ બુટલેગરને મહેસાણા જેલ હવાલે કર્યો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા બુટલેગર સતિષ ઉર્ફે સતિયોં ઉર્ફે સતુ ચાવડાની અમરેલી LCB દ્વારા ધરપકડ કરાઈ હતી. PI અલ્પેશ પટેલની ટીમ દ્વારા અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા સતીષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુ ચાવડા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરાઈ હતી. આ દરખાસ્ત અમરેલી એસપી દ્વારા કલેક્ટરને મોકલી આપતા આરોપી વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ હતુ.

Amreli: 9 ગુન્હાના લિસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ મહેસાણા જેલ હવાલે કરાયો, SP અને કલેક્ટર દ્વારા કાર્યવાહી

Follow us on

Amreli: અમરેલી જિલ્લા કલેકટર અને SP દ્વારા પાસા હેઠળ કાર્યવાહી 9 ગુન્હાનો લીસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ મહેસાણા જેલ હવાલે કર્યો. અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા ભરવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા આદેશ આપતા અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદે વેચાણ હેર-ફેર ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહિબિશન બુટલેગર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા ઈસમ સતિષ ચાવડાને  મહેસાણા જેલ મોકલાયો

પ્રોહિબિશનના ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. અમરેલી એલ.સી.બી. PI અલ્પેશ પટેલની ટીમ દ્વારા અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા ઈસમ સતિષ ઉર્ફે સતિયોં ઉર્ફે સતુ કાળુભાઈ ચાવડા રહેવાસી પિચાવા તા.સાવરકુંડલા વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને અમરેલી SP મારફતે જિલ્લા કલેકટરને મોકલી આપતા આવા દારૂના ધંધાર્થીની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ અંકુશ લાવવા માટેની કાર્યવાહી કરતા અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા દ્વારા ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું છે.

સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુ કાળુભાઇ ચાવડાની પાસા વોરંટ હેઠળ ધરપકડ

પાસાનું વોરંટ નીકળ્યા બાદ અમરેલી L.C.B. P.I. અલ્પેશ પટેલની ટીમ દ્વારા સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુ કાળુભાઇ ચાવડાને પાસા વોરંટની બજવણી કરી ધરપકડ કરવામાં આવી ધરપકડ બાદ મહેસાણા જિલ્લા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
Knowledge : કઈ ચીજ માંથી બને છે કેપ્સ્યુલ? પેટમાં ઓગળતા કેટલો સમય લાગે છે?
અનંત-રાધિકાના સંગીતમાં 'મરમેઇડ' બની જાહ્નવી કપૂર, તસવીરો થઈ વાયરલ
આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા

આ પણ વાંચો : Amreli: જાફરાબાદના લોઠપુર ગામે માથાભારે શખ્સે ઘાતક હથિયાર વડે વાહનમાં કરી તોડફોડ, ખુલ્લેઆમ દાદાગીરીનો Video વાયરલ

સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુનો ગુનાહિત ઇતિહાસ

પાસા અટકાયતી સતિષ ઉર્ફે સતિયો ઉર્ફે સતુનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે લિસ્ટેડ બુટલેગર અને પોલીસ ચોપડે બુટલેગર હિસ્ટ્રીશીટર હતો. તેના વિરૂધ્ધમાં છેલ્લા ચાર વર્ષમાં 9 જેટલા ગુન્હાઓ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમા આચરવામાં આવ્યા હતા. જેના કારણે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી, પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી હાથ ધરાઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article