Amreli: લાઠીના દુધાળા ગામ પાસે આવેલા નારણ સરોવરમાં 5 કિશોર ડુબ્યા, તમામના મોત

| Edited By: | Updated on: Mar 26, 2022 | 5:43 PM

તળાવમાં બાળકો ડૂબી ગયા હોવાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરવૈયાઓને બાળકોને શોધવા માટે કામે લગાડ્યા હતા. જેમણે બે કલાકની શોધખોળ બાદ પંચેય કિશોરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

અમરેલી (Amreli) જિલ્લામાં લાઠી (Lathi) તાલુકાના દુધાળા ગામના નારણ સરોવર (Naran Sarovar) માં 5 કિશોરો (Teenage) ના ડૂબી જવાથી (drowned) મોત થયાં છે. ડુબી જવાની જાણ થયાના 2 કલાક બાદ પાંચેય કિશોરોના મૃતદેહો મળી આવ્યા હતા. મામલતદાર અને પોલીસ (police)  ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયાની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં તમામને મૃતદેહ શોધી કઢાયા હતા. તમામ કિશોરો અહીં બપોરના સમયે નાહવા પડ્યા હતા ત્યારે ડૂબ્યા હોવાનુ ખુલ્યુ છે. પાંચેય કિશોરીના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આજે બપોરના સમયે ભારે ગરમીમાં થોડી રાહત મેળવવા માટે 16થી 18 વર્ષની ઉંમરના પાંચ કિશોરો દુધાળા ગામના નારણ સરોવરમાં નહાવા પડ્યા હતા. જેમાં વિશાલભાઈ મનીષભાઈ મેર (ઉંમર વર્ષ 16), નમનભાઈ અજયભાઇ ડાભી (ઉંમર વર્ષ 16), રાહુલભાઈ પ્રવીણભાઈ જાદવ (ઉંમર વર્ષ 16), મિત ભાવેશભાઈ ગળથીયા (ઉંમર વર્ષ 17), 5) હરેશભાઇ મથુરભાઈ મોરી (ઉમર વર્ષ 18) તમામ રહેવાસી લાઠી જી. અમરેલીના હતા.

તળાવમાં બાળકો ડૂબી ગયા હોવાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરવૈયાઓને બાળકોને શોધવા માટે કામે લગાડ્યા હતા. જેમણે બે કલાકની શોધખોળ બાદ પંચેય કિશોરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. પલીસે પાંચે મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ Surat : ચાંપતા બંદોબસ્ત સાથે કુખ્યાત સજ્જુને કોર્ટ સમક્ષ રજુ કરાયો, 12 દિવસના રિમાન્ડની મંજૂર

આ પણ વાંચોઃ Banaskantha: ખેડૂતોને મળતી અપૂરતી વીજળી મુદ્દે સતત ચોથા દિવસે ખેડૂતોના ધરણા, દિયોદર ગામમાં સજ્જડ બંધ