ગુજરાત સરકાર ભલે કહે એસટી હમારી હાથ ઉંચો કરો અને એસટી બસમાં બેસો પરંતુ અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ડના 4 ગામડા સમઢીયાળા,ખેરા,પટવા,ચાંચ બંદર આ ગામડામા આજ સુધી એસટી બસ આવી નથી અને વિધાર્થીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરી જીવન જોખમે અવરજવર કરે છે
ગુજરાત રાજ્યની સરકાર ગતિશીલ સરકારના બણગા ફૂંકે છે અને એસટી વિભાગનું સૂત્ર છે એસટી હમારી સલામત સવારી, હાથ ઉંચો કરો અને બસમાં બેસો. પરંતુ અમરેલી જિલ્લામાં વાસ્વિકતા કંઈક જુદી જ સામે આવી રહી છે. અહીં રાજુલા પંથકના દરિયાઈ કોસ્ટલ બેલ્ડ વિસ્તારના કેટલાય એવા ગામડા ઓ છે જ્યા એસટી વિભાગ ની એસટી બસ આવતી નથી તમને વાત સાંભળી નવાય લાગશે પરંતુ આ છે હકીકત અમરેલી જિલ્લાના છેવાડાના ગામડા જ્યાં અમરેલી જિલ્લાનૂી હદ પુરી થાય છે પરંતુ આ ગ્રામજનો અતિ પરેશાની ભોગવી રહ્યા છે.
રાજુલાથી 25 થી 30 કિલોમીટર દૂરના અંતરે આવેલા દરિયા કાંઠાના ગામડા સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચબંદર, આ 4 ગામડાના વિદ્યાર્થીઓ આસપાસના ગામડાઓ અને શહેર સુધી અભ્યાસ અર્થે જાય છે પરંતુ ખાનગી વાહનો મારફતે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. જ્યારે ગામમાં એસટી બસ નહીં આવતી હોવાને કારણે વિધાર્થીઓ આ રીતે મુસાફરી કરી અભ્યાસ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પણ કહે છે સરકાર અમારા ગામમાં એસટી બસ શરૂ કરે તો અમારા માટે સારુ થાય.
સમઢિયાળા ગામના સરપંચ દ્વારા અમરેલી અને રાજુલા એસટી વિભાગને રજુઆત કરી છે પરંતુ કોઈ હકારામતક અભિગમ એસટી વિભાગ દ્વારા દર્શવાયો નથી. જોકે આજે નહીં ભૂતકાળમાં પણ અનેક વખત ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરાય છે પરંતુ આજદિન સુધી એસટી વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી જેના કારણે સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચ બંદરના લોકો ભારે હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે તાત્કાલિક આ ગામડાઓમાં માત્ર 1 એસટી બસ ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓ અને તાલુકામથકોમાં જતા લોકોને મદદરૂપ થઈ શકે જ્યારે ગામના સરપંચ સહીત ગ્રામજનો પણ નારાજ થયા છે જેથી એસટી બસ નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી દેવાય છે.
જ્યારે અહીં આ 4 ગામડાના લોકો એસટી બસ નહીં આવતી હોવાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચબંદર ગામમાં વિદ્યાર્થીઓ તો પરેશાન છે જ પરંતુ તેમની સાથે અન્ય કામ કરતા લોકો અને શહેર સુધી ખરીદી અથવા અન્ય કામે જતા લોકો ભારે કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે. તમામ ગામડાના સરપંચો દ્વારા પણ એસટી વિભાગમાં રજૂઆતો કરી દેવાય છે પરંતુ આજદિન સુધી એસટી શરૂ નહીં થવાના કારણે ગ્રામજનોને મુસાફરી કરવા માટે અન્ય ખાનગી વાહનોનો સહારો લઈ તગડા ભાડા ચૂકવી રહ્યા છે, જયારે પટવા ગામના સરપંચ દ્વારા પણ એસટી બસ શરૂ નહીં થાય તો વિદ્યાર્થી સહીત ગામડાના લોકો સાથે મળી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દેવાઈ છે.
ચાંચબંદર ગામની વસ્તી 10 હજાર,ખેરા 10 હજાર,પટવા 3500,સમઢીયાળા 4000 આટલી વસ્તી ધરાવતા ગામડાઓ હોવા છતાં એસટી વિભાગ દ્વારા અહીં એક પણ રૂટની વાયા બસ પણ શરૂ નહીં હોવાને કારણે ગ્રામજનોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે ત્યારે હવે જોવા નું એ છે શું એસટી વિભાગ દ્વારા અહીં એસટી બસ શરૂ કરશે કે ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તે તો આવનારો સમયજ બતાવશે
આ પણ વાંચોઃ Kutch: મુન્દ્રા પોર્ટ પરથી 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડાયું
આ પણ વાંચોઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા
Published On - 10:10 am, Thu, 17 March 22