અમરેલી SPની ગુનેગાર સુધારણા ઝુંબેશ, જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં પાસા તડીપારની સજા ભોગવી ચુકેલા 150 આરોપીને આપ્યુ માર્ગદર્શન

|

Mar 22, 2025 | 4:27 PM

ગુજરાતમાં તોફાની તત્વોની સાન ઠેકાણે લાવવા રાજ્યભરમા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન અમરેલી એસપી દ્વારા આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને પાસા હદપારીની સજા કાપી ચુકેલા 150 ઈસમોને હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા અને SP દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ.

ગુજરાત રાજ્યમા તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા રાજય ભરમાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરી અભિયાન ઉપાડવામાં આવ્યું છે અમરેલી જિલ્લામાં 113 જેટલા અલગ અલગ પ્રવૃતિઓ સાથે જોડાયેલા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉપરાંત ગુન્હેગારોના રહેણાંક મકાન ઉપર ગેરકાયદેસર વીજજોડાણ કટ કરી દંડ કરી ગુન્હા નોંધવામાં આવ્યા છે અલગ અલગ રીતે સર્ચ કોમ્બિગની કાર્યવાહી હાથ ધરી છે.

મોટી સંખ્યામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને સુધારવા હકારાત્મક પ્રયાસ

અમરેલી જિલ્લામાં 20 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારના 150 જેટલા ઈસમો છેલ્લા 5 વર્ષમાં પાસા અને હદપારીની સજા ભોગવી ચૂકેલા ઇસમોને પોલીસ દ્વારા અમરેલી હેડક્વાર્ટર ખાતે એકત્ર કરી જરૂરી માર્ગદર્શન આપ્યું કાયદાકીય રીતે ગુના નોંધાયા બાદ પરિવાર બરબાદ થાય, જેના કારણે ગુનેગારોના પરિવાર મુશ્કેલીમાં ન મુકાય સહિતની બાબતે અને ગુના ન આચરવા માટે જરૂરી માર્ગદર્શક સૂચના આપી.  એક રીતે ગુનેગારોને સમજાવવાનો પ્રયાસ કરી એક પોઝીટીવ રીતે પણ પોલીસ આગળ આવી રહી છે.

અમરેલી જિલ્લા પોલીસ વડાએ શુ કહ્યું

અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ કહ્યુ ગુનેગારો સમજાવતા કહ્યું કોઈ નાલાયકી કરશે તો પોલીસ ગમે તે હદ સુધી જવા તૈયાર છે. સરકારમાં કાયદા ખૂબ સરસ છે. ગુજસીટોક જેવા કાયદાઓ આવ્યા છે. કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો. ખોટી રીતે કોઈને હેરાન ન કરો. ગુજરાત શાંતિપ્રિય રાજય છે. શાંતિથી રહો, જો તમે કોઈ નાલાયકી કરશો તો અમારા અધિકારીને મેં બધી જ છૂટ આપી દીધી છે. કોણ કઈ ગાડી રાખે છે, કોણ કોણ શુ ધંધા વ્યાજ સહિતની બાબતે અમારા ધ્યાન ઉપર છે. તમારા બાળકો પરિવારની ચિંતા તમે કરો.  થાણા અધિકારીઓને મારી સ્પષ્ટ સૂચના છે જે કડક કાર્યવાહી થતી હોય તે કરવી. આ છેલ્લી તક છે. આજની આ મારી સૂચના અને કાયદાની મર્યાદામાં રહેશો.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:10 pm, Fri, 21 March 25