રેત માફિયાઓ સામે અમરેલી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની લાલ આંખ, સ્ટોક રજિસ્ટ્રેશન ધારકોને ત્યાં કર્યા દરોડા

|

Mar 22, 2025 | 4:28 PM

અમરેલી જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. હવે રેતી માફિયાઓ સામે એક્શન લેવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૂચના આપતા અમરેલી તાલુકા પોલીસ દ્વારા ખાણ ખનિજ વિભાગને સાથે રેતી માટેના સ્ટોક રજિસ્ટ્રેશન ધારકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં બેફામ બનેલા રેતી માફિયાઓ સામે પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી છે. પોલીસની હાજરીમાં ચેકીંગ અને સર્વે માપણી શરૂ કરવામાં આવી છે કેટલો સ્ટોક રજિસ્ટ્રેશન છે? કેટલી રેતી રાખે છે રોયલ્ટીનો ઉપયોગ કરે છે કે કેમ? ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરવામા આવી રહી છે કે કેમ? સ્ટોક ધારકોને કોઈ ગેરકાયદેસર ગોલમાલ કરી રહ્યા છે કે કેમ.? આ સહિતની બાબતે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સર્વેની ટીમે વિવિધ કર્મચારીઓ સાથે તમામ સ્ટોક રજિસ્ટ્રેશન ધારકોને ત્યાં હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને સર્વે ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

શેત્રુંજી નદીના પટમાં રાત્રીના ચેકીંગ શરૂ કર્યું

અમરેલી જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં રાત્રીના સમયે ખાનગી રાહે વધુ રેતી ચોરી કરતા તત્વો વધુ સક્રિય હોય છે તેવા સમયે પોલીસ રાત્રીના સમયે અને વહેલી સવારે ખાનગી વોચ રાખી દરોડા પાડી રહી છે. ઉપરાંત ચેકીંગ સતત કરવામાં આવી રહ્યું છે. 4 દિવસ પહેલા 5 જેટલા ગેરકાયદેસર વાહનો રેતી ચોરીમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તેવા સમયે વધુ રેતી માફિયાઓ સામે ઝૂંબેશ હાથ ધરવા કડક સૂચના મળતા પોલીસે હવે રેતી ધારકો સામે તવાઈ શરૂ કરી છે.

રાજુલા જાફરાબાદમાં 6 ગેરકાયદેસર કનેક્શન કટ કર્યા

રાજુલામાં ગુન્હા ધરાવતા ઈસમોના રહેણાંક મકાન ઉપર પોલીસની પીજીવીસીએલ ટીમ સાથે રાખી દરોડા પાડતા 5 ગેરકાયદેસસર કનેશન સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઉપરાંત જાફરાબાદ તાલૂકાના લુણસાપુર ગામના 1 શખ્સના ઘરે ગેરકાયદેસર કનેશન સામે આવ્યું કુલ 6 કનેશન કટ કરી ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

Input Credit- Jaydev Kathi- Amreli

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો