અમરેલી (Amreli) જિલ્લામાં અવાર નવાર સિંહ (Lion) જોવા મળ્યાના અહેવાલ સામે આવે છે. આનું કારણ છે કે ત્યાં સિંહ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તાજેતેરમાં ફરી આવી ઘટના બની હતી. અમરેલીના ખાંભા શહેરના રહેણાક વિસ્તારમાં સિંહ ઘુસી આવ્યો હતો. ગતરાત્રે ખાંભાની આનંદ સોસાયટીમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. જેને જોઇને સ્થાનિકો ભયમાં આવી હયા હતા. અને સોસાયટીની વચ્ચે સિંહે ગાયનો શિકાર કર્યો હતો. આ દરમિયાન સિંહને જોવા માટે લોકો ધાબા ઉપર ચડ્યા હતા. હાલ આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. આ સિંહ ખાંભા શહેરની આનંદ સોસાયટીમાં દેખા દીધી હતી. સિંહ આવી ચડતા આ વિસ્તારના પશુઓમાં દોડધામ મચી હતી. તેમાંથી સિંહે એક ગાયનો શિકાર કર્યો હતો અને તેનું મારણ કરીને મેજબાની કરી હતી. રાત્રે સિંહના અવાજના કારણે લોકો ડરી ગયા હતા તેમજ ઊંઘમાંથી જાગીને જોવા માટે ધાબે ચડી ગયા હતા. સિંહના દ્રશ્યો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
આ પણ વાંચો: ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે
આ પણ વાંચો: Surat : સુરતની દંગલ ગર્લ્સ, ચાની લારી ચલાવતા પિતાની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં કાઠું કાઢ્યું