અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું […]
Follow us on
અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ એક સિંહબાળનું મોત થયું હતું. જે બાદ વન તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે.