તો અમદાવાદ આવેલા રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે અમિત શાહ પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો. સાથે જ સરકાર ભીંસમાં આવતા હિન્દુ-મુસ્લિમ કરીને લોકોને ભરમાવતી હોવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ પ્રમુખ બનાવવા મુદ્દે તેમણે કહ્યું કે, રાહુલ અને સોનિયા ગાંધી અમારા સન્માનિય નેતા છે. રાહુલ ગાંધી ફરી પ્રમુખ બને તેવી તમામની ઈચ્છા છે.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય
ADC બેંક બદનક્ષી કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા અને હરિયાણાના નેતા રણદીપ સુરજેવાલા આજે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન પર મળ્યા હતા. કોર્ટમાં મનિષ દોશી તેમના જામીનદાર બન્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો