કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ જિલ્લામાં 1700 બાળકો જોખમી, સર્વેમાં બહાર આવી વિગતો

|

Aug 06, 2021 | 7:41 PM

બાળકોમાં જોખમ હોવાને લઈને જિલ્લામાં 18 વર્ષથી નીચેના બાળકોનો બાદ કવચ પ્રોજેકટ અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો.જે સર્વેમાં 1700 જેટલા બાળકો કે જેઓ કોઈ કુપોષણ, અતિ કુપોષણ અને કેન્સર કે અન્ય ગંભીરને નાની બીમારીથી ધરાવે છે

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ જિલ્લામાં 1700 બાળકો જોખમી, સર્વેમાં બહાર આવી વિગતો
Amid fears of a third wave of corona 1700 children in Ahmedabad district are at risk survey revealed (File Photo)

Follow us on

કોરોના(Corona)ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ(Ahmedabad)જિલ્લામાં બીમારી ધરાવતા 1700 જેટલા બાળકો(Children) જોખમી પરિસ્થિતિમાં છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના સર્વેમાં વિગત બહાર આવી  હતી.  જ્યારે  બીજી લહેરમાંથી શીખ લઈને ત્રીજી લહેર માટે તૈયારી કરી રહ્યું છે.જેમાં ત્રીજી લહેરની શક્યતાઓ છે અને તેમા પણ બાળકો પર ત્રીજી લહેરનું જોખમ વધારે તોળાઈ શકે છે તેવું નિષ્ણાતો મત છે. ત્યારે ત્રીજી લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્ર તૈયારી શરૂ કરી છે.

જેમાં બાળકોમાં જોખમ હોવાને લઈને જિલ્લામાં 18 વર્ષથી નીચેના બાળકોનો બાદ કવચ પ્રોજેકટ અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો.જે સર્વેમાં 1700 જેટલા બાળકો કે જેઓ કોઈ કુપોષણ, અતિ કુપોષણ અને કેન્સર કે અન્ય ગંભીરને નાની બીમારીથી ધરાવે છે તેઓ જોખમી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જે 1700 બાળકોમાં 0 થી 5 વર્ષના 1હજાર જેટલા બાળકો જ્યારે 5 થી 18 વર્ષના 600 ઉપર બાળકોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે જિલ્લામાં કુલ 3 લાખ ઉપર બાળકો છે. જે 3 લાખમાં 1.60 લાખ 0 થી 5 વર્ષના જ્યારે અન્ય 5 થી 18 વર્ષના બાળકો છે. જેમાં અન્ય બાળકો સેફ હોવાનું અનુમાન છે. જોકે તમામને સાવચેતી રાખવા પરિવારને સૂચના પણ અપાઈ છે. તો બીમાર બાળકો કે જેઓ જોખમી છે તેમની દવા ચાલુ છે કે કેમ અને બંધ હોય તો ચાલુ કરવા જેવા સૂચનો પણ સર્વે દરમિયાન અપાઈ રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એટલું જ નહીં પણ અન્ય બાળકો માં એન્ટીબોડી વિકસી હોવાનું પણ અનુમાન છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 18 વર્ષથી નીચેના બાળકો જેઓ કોરોના પોઝિટિવ થયા હતા તેમના સર્વેમાં 45 ટકા એન્ટીબોડી વિકસી હોવાની ચર્ચા છે. જેને લઈને નિષ્ણાતોએ આ સર્વેને આવકાર્યો સાથે જ લોકોને વધુ સાવચેત રહેવા પણ અપીલ કરી છે.

ત્રીજી લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્રે બીજી લહેર માંથી શીખ લઈને ત્રીજી લહેરમાં બાળકોમાં જોખમ હોવાથી તે પ્રકારે વ્યવસ્થા કરી છે. જેમાં આવતી કાલે મુખ્યમંત્રીના હસ્તે 5 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. વ્યવસ્થામાં ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ સોલા સિવિલ ખાતે બાળકો માટે ખાસ 100 બેડ ઉભા કરાયા. સાથે વાલીઓને રહેવાની સુવિધા ઉભી કરાઇ છે. તો ખાનગીમાં 250 ઉપર બેડ બાળકો માટે રખાશે. આમ બીજી લહેરમાં 1300 જેટલા બેડ હતા તે તો રહેશે તેની સામે બાળકો માટે વધુ વ્યવસ્થા ઉભી કરતા હવે બેડની સંખ્યા વધશે.

એટલુ જ નહીં પણ સોલા સિવિલ સહિત જિલ્લામાં આવેલ CHCઅને PHC ખાતે ઓક્સિજન પ્લાટ ઉભા કરાયા છે. જેથી ઓક્સિજનની અછત ન સર્જાય. જેમાં જે સ્થળે ઓક્સિજન પ્લાન્ટ નખાયા છે તેમાં 5 પ્લાન્ટ નું કાલે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. તો વેકસીનેશન પર પણ વધુ બહાર મુક્યો છે જેથી સંક્રમણની ભીતિ દૂર કરી શકાય. તો બાળકો માં સંકટ વધારે છે ત્યારે જિલ્લા તંત્રે બાળકો પર વિશેષ ધ્યાન આપવા સાથે તૈયારી કરી છે. જેથી જિલ્લામાં સંક્રમણ ન ફેલાય.

આ  પણ વાંચો :  પોલીસે બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, જાણો 16 વર્ષની પુત્રીએ કેમ કરી પોતાની માતાની હત્યા

આ પણ વાંચો :  મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા

Published On - 7:32 pm, Fri, 6 August 21

Next Article