
4 જુલાઈના રોજ અમદાવાદમાં એક અદભૂત સાંજ જોવા મળી, જ્યાં જાણીતા સ્ટોરી ટેલર અને કવિ અમનદીપ સિંહે (અમનદીપ ખયાલ) તેમના વખાણાયેલા સ્ટોરીટેલિંગ શો “લાઇફ કા તમાશા” થી ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા.
આ ઈવેન્ટનું આયોજન વિકાસ જોશી (કટ ઇટ પ્રોડક્શન્સ) અને કોશા શાહ (નો એન્ડ ટેલ વિથ કોસ્મોસ) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ખાસ વાત એ છે કે,આ Show સંપૂર્ણપણે હાઉસફુલ રહ્યો હતો.
આ માત્ર એક પરફોર્મન્સ નહોતું પરંતુ “લાઇફ કા તમાશા” પ્રેક્ષકોને આશરે 90 મિનિટ સુધીની એક ભાવનાત્મક સફર પર લઈ ગયું હતું. દમદાર સ્ટોરીટેલિંગ દ્વારા અમનદીપે એક એવા યુવાન છોકરાની પ્રેરણાદાયી વાર્તા રજૂ કરી હતી, જે જીવનના અનેક પડકાર છતાં Story Teller બનવાના પોતાના સપનાનો અવિરત પીછો કરે છે.
વાસ્તવિક જીવનના અનુભવ અને વ્યક્તિગત ઘટનાઓથી પ્રેરિત આ પરફોર્મન્સે સપના, સંઘર્ષ, આશા, સંબંધો અને આત્મવિશ્વાસના વિષયોને ગજબ રીતે દર્શાવ્યા હતા, જેણે પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
આ સાંજનું સૌથી હૃદયસ્પર્શી આકર્ષણ “ખ્વાબો કા પિટારા” નામની એક અનોખી ઇન્ટરેક્ટિવ પહેલ હતી. Show શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોને પોસ્ટકાર્ડ પર પોતાના સપના લખીને એક ખાસ ક્યુરેટેડ ડ્રીમ ટ્રંક (સપનાની પેટી) માં મૂકવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પરફોર્મન્સ પછી, અમનદીપે તેમાંથી રેન્ડમલી (અચાનક) કેટલાક પોસ્ટકાર્ડ પસંદ કર્યા, સ્ટેજ પરથી તે સપના મોટેથી વાંચ્યા અને દરેક સ્વપ્નદ્રષ્ટાને પોતાનામાં વિશ્વાસ રાખવા તથા આકાંક્ષાઓ પૂરી કરવા માટે કામ કરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા. આ સેગમેન્ટે કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે એક ભાવનાત્મક જોડાણ ઊભું કર્યું, જેણે આ અનુભવને ખરેખર યાદગાર બનાવ્યો.
આ સાંજ સ્ટેન્ડિંગ ઓવેશન (ઊભા થઈને તાળીઓનો ગડગડાટ) અને લોકોના સ્મિત સાથે સમાપ્ત થઈ હતી, કારણ કે હાજર રહેલા લોકો વાર્તાની શક્તિ અને પોતાના સપનાનો પીછો કરવાની હિંમત લઈને ત્યાંથી વિદાય થયા હતા.
આયોજક વિકાસ જોશી-કોશા શાહે હાજર રહેલા અને આ ઈવેન્ટને ભવ્ય સફળ બનાવવામાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં અમદાવાદમાં આવી વધુ વાર્તા કહેવા અને સાંસ્કૃતિક અનુભવ લાવવાના તેમના વિઝનને પણ શેર કર્યું હતું.