Gandhinagar: AAP ના ચૂંટણી એજન્ટ પર હુમલો, ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું

|

Oct 03, 2021 | 4:33 PM

Gandhinagar: વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવાયો છે. સમગ્ર ઘટનામાં આપના નેતાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે.

ગુજરાતમાં (Gujarat) ગાંધીનગર મનપાની(Gandhinagar Corporation)ચૂંટણીનું સવારથી જોરશોરથી મતદાન થઈ રહ્યું છે. જો કે આ દરમ્યાન ગાંધીનગરના સેકટર 6 માં આપના ચૂંટણી એજન્ટ પર હુમલો થયાના અહેવાલ સામે આવ્યા છે. વોર્ડ નમ્બર 10ના ઉમેદવાર વિરેન્દરસિંહ ગોહિલ અને આપના કાર્યકર્તાઓ પર હુમલો થયાની માહિતી આવી છે. સાથે જ આ ઘટનામાં ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ પણ લગાડવામાં આવ્યો છે. ઇલેક્શન ડિસ્ટર્બ કરવા માટે ભાજપનું આ કાવતરું હોવાનો આક્ષેપ લાગ્યો છે. ચૂંટણી બાદ આ ઘટના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલના અહેવાલ આવ્યા છે. વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવાયો છે. જેમાં કારમાં આવેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ છે. બે કારમાં ચાર વ્યક્તિ આવ્યા હતા, જેમણે મોઢે રૂમાલ બાંધ્યો હતો. અને તેમણે આવીને હુમલો કર્યાની માહિતી બહાર આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવેલા વ્યક્તિઓ પાસે હથિયાર પણ હતા. સાથે જ બૂથ તોડી નાખવામાં આવ્યું હોવાની તસ્વીરો પણ સામે આવી છે. આ બાબતે આપ નેતા ઇસુદાન ગઢવીનું કહેવું છે કે, ‘આ ઘટનામાં પોલીસ તંત્રનો દુરઉપયોગ થઇ રહ્યો છે.’ આ બાબતે ઉચ્ચ લેવલે ફરિયાદ કરવાની વાત પણ ઇસુદાન ગઢવીએ કહી. ઇસુદાને કહ્યું કે ‘પશ્ચિમ બંગાળની હિંસા વખતે સીઆર પાટીલ અને અન્ય નેતાઓ પોસ્ટર લઈને ઉભા હતા. અને ગુજરાતમાં તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ભાજપના પ્રેરિત ગુંડાઓએ આપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે.’ તમે વિડીયોમાં જોઈ શકો છો આ બાબતે આપ નેતા ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

 

આ પણ વાંચો: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોર સુધીમાં 37 ટકાથી વધુ મતદાન થયું

આ પણ વાંચો: ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ, મુખ્યપ્રધાને રાજયના આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

Next Video