ગુજરાતમાં કોરોનાનો ( ( corona ) જે વિસ્ફોટ થયો છે, તે જોતા ગુજરાતમાં સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રે કોરોનાના બેડ વધારવા અને ઓક્સિજનની જે કમી છે તે પૂરી કરવા માટે આહના ( Ahmedabad Hospitals & Nursing Homes Association ) દ્વારા માંગ કરાઈ છે. આહના ( AHNHA )નુ કહેવુ છે કે, ગુજરાતભરમાં અત્યારે કોરોનાની અતી ગંભીર સ્થિતિ છે. ખાનગી હોય કે સરકારી, તમામ હોસ્પિટલ હાઉસફુલ ( Housefull ) જેવી જ સ્થિતિ છે.
કોરોનાની વર્તમાન અભૂતપૂર્વ સ્થિતિને જોતા સરકારને સુચન કર્યુ છે કે, જ્યા પણ શક્ય હોય ત્યા કોરોનાના દર્દીઓ માટે બેડની સંખ્યા વધારો સાથેસાથે મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની જે ધટ છે તે નિવારો. ગુજરાતમાં રેલ્વે વિભાગે મોટા સ્ટેશનોએ કોરોનાના દર્દીઓ માટે અલયાદી વ્યવસ્થા કરી છે તેનો ઉપયોગ દર્દીના હિતમાં કરવા પણ જણાવ્યુ છે.
આહનાના સેક્રેટરીનુ માનવુ છે કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે હાલ તો એક જ ઉપાય દેખાય છે અને તે છે લોકડાઉન. આંશિક લોકડાઉન કરીને પણ કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે મક્કમ પગલા ભરવા જોઈએ. સરકાર કોરોનાના જે કોઈ આંકડા આપે છે તે આંકડા અને સરકારે ઊભી કરેલ વ્યવસ્થા જ સાબિત કરે છે કે, કોરોનાથી ગંભીર કહેવાતા દર્દીઓને હવે સઘન સારવાર માટે હોસ્પિટલોમા જગ્યા મળવી મુશ્કેલ છે. આ સંજોગોમા લોકોએ પણ સાવચેતી રાખીને કોવીડ19ની ગાઈડલાઈનનું પાલન કરવુ અતિ આવશ્યક હોવાનું મનાય છે.