
સરખેજમાં યુવકનું અપહરણ કરીને ઓનલાઇન ખંડણી માગનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનના યુવકને રિક્ષામાં અપહરણ કરીને આરોપીઓએ રૂપિયા 20 હજાર ખંડણી માંગી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે અંતે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલા આરોપી આરીફ ઉર્ફે ભૂરો ઘાંચી અને બિલાલ ઉર્ફે અરબાઝ શેખ ડિજીટલ ખંડણીખોર છે. તેમણે સરખેજ વિસ્તારમાંથી રાજસ્થાનથી આવેલા અર્જુન બલાઈનુ રિક્ષામાં અપહરણ કરીને રૂ 20 હજારની ખંડણી માંગી હતી અને આ ખંડણી પેટીએમ પર ઓનલાઈન માંગી હતી. પરિવારે રોકડ રૂપિયા આપવાની વાત કરતા ઈન્કાર કર્યો હતો. કારણકે રોકડા પૈસા આપવા આવે ત્યારે પોલીસને જાણ કરી દે જેથી ઓનલાઇન પૈસા મગાવ્યા હતા. જેથી પરિવારે પોલીસ કન્ટ્રોલ રૂમને અપહરણની જાણ કરતા પોલીસની જુદી જુદી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી અપહરણકર્તાના ચુંગલમાંથી યુવકને છોડાવીને બંને આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલ ડિજીટલ ખંડણી ખોર આરીફ ઉર્ફે ભુરો રિક્ષા ચાલક છે અને સાણંદનો રહેવાસી છે જયારે બિલાલ ઉર્ફે અરબાજ શેખ જુહાપુરાનો રહેવાસી છે. આ બન્ને આરોપીઓ એકબીજાથી પરિચિત નથી. પરંતુ બિલાલ પોતાના ખર્ચો કાઢવા માટે મુસાફરોને શોધીને રિક્ષા ચાલકને આપતો હતો. જે માટે તેને ખર્ચેના પૈસા મળતા હોય છે. ઘટનાના દિવસે પણ ભોગ બનનારને લઈને રિક્ષા ચાલક પાસે આવ્યો હતો અને બંનેએ તેનુ અપહરણ કરીને પૈસા પડાવવાનું નકકી કરી લીધુ હતુ. આ અપહરણનો માસ્ટર માઈન્ડ આરીફ છે. જેને અન્ય મુસાફરો અપહરણ કરી પૈસા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે. જેની વિરૂધ્ધ અગાઉ સરખેજ અને સાણંદના ચાર ગુના નોંધાયા છે.
આ પણ વાંચો : Ahmedabad : રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદને મળ્યો સ્માર્ટ સિટીનો વધુ એક એવોર્ડ, જાણો કઈ કઈ કેટેગરી
સરખેજ પોલીસે પકડાયેલા ડિજીટલ ખંડણીખોરીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ અન્ય કોઈનુ અપહરણ કરીને પૈસા પડાવ્યા છે કે નહિ તેની તપસ કરવામાં આવી રહી છે. સાથે તેઓએ ડ્ગ્સનુ સેવન પણ કર્યુ હોવાનું સામે આવ્યું છે જેથી આ ડ્રગ્સ કયાથી લાવ્યા હતા તે મુ્દે તપાસ શરૂ કરી છે.