Year Ender 2022: ડ્રગ્સ માફિયાઓ ઉપર ગુજરાત ATSની સર્જિકલ સ્ટ્રાઇકની સાથે સાથે ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીની આ મહત્વની ઘટનાઓ રહી ચર્ચામાં

|

Dec 29, 2022 | 9:00 AM

ડ્રગ્સના (Drug) લેન્ડિંગ પોઇન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી નજીક આવેલા વિવાદિત અને ગેરકાયદેસર દબાણોને વર્ષ દરમિયાન દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ એટીએસ અને DRIનું ઓપરેશન ગિયર બોક્સ પણ ચર્ચામાં રહ્યું હતું. 

Year Ender 2022: ડ્રગ્સ માફિયાઓ ઉપર ગુજરાત ATSની સર્જિકલ સ્ટ્રાઇકની સાથે સાથે ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીની આ મહત્વની ઘટનાઓ રહી ચર્ચામાં
Year Ender 2022 Drug case

Follow us on

આખા વર્ષ દરમિયાન ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓને કારણે ચર્ચામાં રહ્યો હતો. ગુજરાતના દરિયાકાંઠેથી દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે અને પોલીસે સતર્ક રહીને ડ્રગ્સની હેરાફેરી કરનારા પેડલરને પણ ઝડપી પાડ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠેથી મળી આવતું ડ્રગ્સ અને તેને અટકાવતા તંત્ર સતત સતર્ક રહ્યું હતું. વર્ષ દરમિયાન યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સને જપ્ત કરવા માટે પોલીસ દોડતી રહી હતી. ગુજરાત જાણે ડ્રગ્સનો ગેટ વે બન્યો હોય તેમ વારંવાર ડ્રગ્સ પકડાતું રહ્યું હતું. તેમજ એટીએસ અને DRIનું ઓપરેશન ગિયર બોક્સ પણ ચર્ચામાં રહ્યું હતું.

ડ્રગ્સ નેટવર્ક પર સૌથી મોટો ખુલાસો, ગુજરાતમાં ‘ડરના જરૂરી હૈ’

ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચ્યો હતો અને ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાંથી ડ્રગ્સ માફિયા ઝડપાયા હતા. ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. જેમાં માફિયાઓ ગુજરાત પોલીસથી ડરવાની વાત કરી રહ્યા હતા.  ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી અને ડ્રગ્સના લેન્ડિંગ પોઈન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી  ઉપર આ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે આ વર્ષ દરમિયાન દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ પટ્ટી નજીક આવેલા વિવાદિત અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસે કરેલી કામગીરી અંગે  તે સમયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહ્તવનું નિવેદન કર્યું હતું કે અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યા છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો છે અને અનેક એજન્સી સાથે મળી ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે.

આ એક મુદ્દા ઉપર રાજકારણ ન થવું જોઈએ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

વર્ષના અંતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 21  ડીસેમ્બરે લોકસભામાં નિયમ 193 હેઠળ દેશમાં નશીલા દ્રવ્યોની સમસ્યા અને તેને પહોંચી વળવા સરકારે લીધેલાં પગલાં અંગે જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે  ડ્રગ્સના વેપાર અને તેના નફા દ્વારા આતંકવાદને નાણાં આપવા સામે મોદી સરકાર ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે અને સરકાર તેને કડકાઈથી શૂન્ય પર લઈ જવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે આ એક મુદ્દા પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે તમામ રાજ્ય સરકારોએ સાથે મળીને જિલ્લા સ્તરીય એનકોર્ડની રચના કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારનાં ગૃહ મંત્રાલયે શરૂ કરેલાં અભિયાનને મજબૂત બનાવે.

ગુજરાત ATS અને ગુજરાત સરકારની ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓ સામે ઝીર ટોલરન્સની નીતિ

ગુજરાત ATSએ ગત 2 વર્ષમાં ડ્રગ્સ સાથે 30 પાકિસ્તાની અને 17 ઇરાનીને પકડ્યા છે.  ગુજરાતમાં ડ્રગ્સની હેરફેરની મહત્વની ઘટનાઓ પર નજર કરીએ તો જણાય છે કે ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકરોટ વડોદરામાં તો ઠીક પરંતુ જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સ ઝડપાયા છે તેમજ જૂનાગઢ જેવા શહેરમાંથી ડ્રગ્સ પેડલર ઝડપાયા હતા. તો યુવા ધનને ડ્રગ્સની લતમાંથી બચાવવા તેમજ આ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા ગુજરાત પોલીસ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજયમાં વર્ષ દરમિયાન ચર્ચામાં આવેલી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ આ પ્રમાણે છે.

ફેબ્રુઆરી 2022

NCB-નેવી દ્વારા  ફેબ્રુઆરીમાં ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક જહાજમાંથી આશરે રૂ. 2,000 કરોડની  કિંમત સાથે આશરે 800 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું

માર્ચ 2022

ગુજરાત ATS દ્વારા રાજ્યના મોરબી જિલ્લામાંથી  આશરે 600 કરોડની કિંમતનું 120 કિલો હેરોઈન ઝડપાયું,  લગભગ 120 કિલો હેરોઈન, જેની વૈશ્વિક બજારમાં કિંમત રૂ. 600 કરોડ હતી.

એપ્રિલ 2022

કંડલા બંદર નજીક કન્ટેનરમાંથી રૂ. 1,300 કરોડનું હેરોઈન જપ્ત – આ વર્ષે એપ્રિલમાં સંયુક્ત ઓપરેશનમાં, ગુજરાત ATS અને DRI એ કન્ટેનર સ્ટેશન પર દરોડો પાડીને આશરે 260 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 1,300 કરોડ હતી. એટીએસને મળેલી સૂચનાના આધારે, આ એજન્સીના અધિકારીઓ અને ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા પોર્ટ નજીક એક કન્ટેનર સ્ટેશન પર દરોડો પાડ્યો અને 260 કિલો હેરોઈન મળી આવ્યું, જે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 5 કરોડ પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે,

મે 2022

મુઝફ્ફરનગરમાંથી રૂ. 775 કરોડની કિંમતનું 155 કિલો હેરોઇન ઝડપાયું – ગુજરાત ATSએ દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી આ વર્ષે મે મહિનામાં યુપીના મુઝફ્ફરનગરમાં એક ઘરમાંથી રૂ. 775 કરોડની કિંમતનું 155 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું

જૂન 2022

NCBએ સુરતમાં રૂ. 1.45 કરોડની કિંમતનો 724 કિલો ગાંજો જપ્ત કર્યો – જૂનમાં, NCBએ  સુરત પહોંચ્યા બાદ ટ્રકમાં 1.45 કરોડ રૂપિયાની કિંમતનો 724 કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ફેડરલ એન્ટી-ડ્રગ એજન્સીએ જણાવ્યું હતું કે આ જપ્તી નાર્કોટીક્સ સપ્લાય ચેઇન અને ગુજરાતમાં ગાંજાની હેરફેર સાથે સંકળાયેલા મુખ્ય આંતર-રાજ્ય નેટવર્કને અસર કરશે.

ઓગસ્ટ 2022

ઓગસ્ટ માસમાં ગુજરાત એટીએસે કરેલી ડ્રગ્સ માફિયાઓ ઉપરની સર્જિકલ સ્ટ્રાઇક ચર્ચામાં રહી હતી સાથે જ ગુજરાત ATSએ રૂ. 1,125 કરોડની કિંમતનું 225 કિલો મેફેડ્રોન રિકવર કર્યું હતું.  ઓગસ્ટ 2022માં  ગુજરાત ATS એ વડોદરા શહેર નજીક એક નિર્માણાધીન ફેક્ટરી પર દરોડા દરમિયાન રૂ. 1,125 કરોડની કિંમતનો 225 કિલોગ્રામ પાર્ટી ડ્રગ મેફેડ્રોન જપ્ત કર્યો હતો, જેમાં છ માણસોની અટકાયત કરી હતી મેફેડ્રોન સાવલીની એક કેમિકલ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે ઓગસ્ટ માસ દરમિયાન આપેલી માહિતી પ્રમાણે  6 માસમાં પોલીસે એનડીપીસીએસ એક્ટ મુજબ 422 ગુના રજીસ્ટર કર્યા હતા  અને 667 ડ્રગ્સ માફિયાઓને પકડ્યા હતા તેમજ પોલીસે એજન્સીઓ સાથે મધદરીયે ઓપરેશન કરીને 25669 કિલો ડ્રગ્સને ઝડપી લીધું હતું.

સપ્ટેમ્બર 2022

20 સપ્ટેમ્બરે પોરબંદર ડ્રગ્સ સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયા હતા. તો 25 સપ્ટેમ્બરે સુરતથી 19.62 લાખનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને 26 સપ્ટેમ્બરે સુરતથી 1 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો.

ઓક્ટોબર 2022

પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું – ઓક્ટોબર 2022 ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ રાજ્યના દરિયાકાંઠેથી એક પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડની કિંમતનું 50 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. તપાસમાં માહિતી બહાર આવી હતી કે જપ્ત કરાયેલ હેરોઈન પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા મોહમ્મદ કાદર દ્વારા મોકલવામાં આવ્યું હતું, જે તેને ઉત્તર ભારત અને પંજાબમાં વધુ સપ્લાય કરવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવતા હતા. તો 24 ઓક્ટોબરે અમદાવાદમાં 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું.

નવેમ્બર 2022

ગુજરાત એટીએસે વડોદરામાંથી વધુ એક MD ડ્રગ્સની ફેકટરી ઝડપી હતી. જેમાં 63 કિલો કરતા વધુ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

ડિસેમ્બરે 2022

કચ્છમાં પૂર્વ કચ્છની અલગ-અલગ પોલીસે ટીમે 2 દિવસમાં વિવિધ જગ્યાએ દરોડો પાડી 40કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Next Article