Gujarat માં ફરી બદલાશે વાતાવરણ, વાવાઝોડા સાથે વરસાદની આગાહી

|

Jun 03, 2023 | 7:28 AM

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે.. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે

Gujarat માં ફરી બદલાશે વાતાવરણ, વાવાઝોડા સાથે વરસાદની આગાહી
Gujarat Weather

Follow us on

Ahmedabad : ગુજરાતમાં(Gujarat)  આજે ફરી એકવાર વરસાદી(Rain)  માહોલ સર્જાશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાવાઝોડા (Cyclone) સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જમ્મુની આસપાસ અને રાજસ્થાન નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થશે.જેના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.. જોકે વરસાદ બાદ આગામી ત્રણથી ચાર દિવસ તેજ પવન તો ફૂંકાતો રહેશે.

7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે

આ ઉપરાંત રાજ્યમાં 7થી 11 જૂન સુધી પડી શકે છે ભારે વરસાદ.હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે.. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે

વાત કરીએ ચોમાસાની તો, હાલ લક્ષદ્રીય અને માલદીવ સુધી ચોમાસું પહોંચી ગયું છે..અને હવે ચોમાસું કેરળ પહોંચશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું બેસશે.. જો કે, હજુ મુંબઇમાં ચોમાસું બેશે ત્યારબાદ જ કરી શકાશે કે ગુજરાતમાં ચોમાસું કઇ તારીખથી બેસશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતાં વાવાઝોડાં ઉત્તર તરફ આગળ વધે છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જાય છે. જો વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં તેની અસર વર્તાય છે.રાજ્ય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.

ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.

રાજ્યમાં એક સાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:24 am, Sat, 3 June 23

Next Article