Ahmedabad : આગામી પાંચ દિવસ બાદ ગગડશે તાપમાનનો પારો, રાત્રિના સમયે થશે ઠંડીનો અનુભવ

|

Dec 21, 2022 | 3:04 PM

ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે.

Ahmedabad : આગામી પાંચ દિવસ બાદ ગગડશે તાપમાનનો પારો, રાત્રિના સમયે થશે ઠંડીનો અનુભવ
winter in Gujarat

Follow us on

રાજ્યમાં હજુ પણ શિયાળો જામ્યો નથી અને ડિસેમ્બરના 20 દિવસ બાદ પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે, પરંતુ ઠંડીનો ખરો અહેસાસ જાન્યુઆરીમાં થશે. તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાત્રિનું તાપમાન ઘટવાની શકયતાઓ છે તેમજ 2થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શકયતા છે. તો આગામી સમયમાં તાપમાનનો પારો ઘટતા ઠંડીનો અનુભવ થઈ શકે છે.

આગામી સમયમાં માવઠાની શકયતા નથી

ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. કમોસમી વરસાદની કોઈ આગાહી નથી.

ગત રાત્રે  લઘુત્તમ તાપમાન નોંધાયું નીચું

ગત રાત્રે  અમદાવાદનું લઘુત્તમ તાપમાન  14 ડિગ્રી અને ગાંધીનગર. 12.4 ડિગ્રી તાપમાન, તો નલિયાનું  સૌથી ઓછું 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું જ્યારે  સુરત. 18.8 ડિગ્રી. વડોદરા. 16.6 ડિગ્રી. રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે મોડી રાત્રે  તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો હતો.

19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી

આજે રહેશે હૂંફાળું હવામાન

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.  સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

Next Article